• Home
  • News
  • દક્ષિણ ગુજરાતના 30 તાલુકામાં હળવો વરસાદ, સૌથી વધુ સુરતમાં દોઢ ઈંચ વરસાદ
post

દક્ષિણ ગુજરાતમાં 1 મીમીથી લઈને દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 12:13:18

સુરત: દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે હળવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 30 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત સિટીમાં દોઢ ઈંચ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે.

વાવણી બાદ વરસાદને લઈને પાકને જીવતદાન
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હળવા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાવણી બાદ વરસાદને લઈને પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે વલસાડમાં ભારે વરસાદની આગાહીના પગલે એક NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છએ. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 30 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે બે તાલુકામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય 27 તાલુકામાં 1 મીમીથી લઈને 23 મીમી સુધી વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ

તાલુકો

વરસાદ(મીમી)

સુરત

40

ઉમરગામ

37

જલાલપોર

31

વાપી

24

ઓલપાડ

23

પારડી

22

 

adv

Related News

post
post
post
post
post
post
post