• Home
  • News
  • ગુજરાતી મિડિયમ જુનિયર KGમાં એડમિશન માટે લાઈનો લાગી, નિકોલની ચાણક્ય સ્કૂલ આગળ લોકો રાતભર જાગ્યા
post

માત્ર 100 ફોર્મનું જ વિતરણ થશે અને વાર્ષિક ફી રૂ. 10 હજાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 11:31:51

અમદાવાદહવે નવા શૈક્ષણિક વર્ષથી બાળકોને સ્કૂલોમાં મૂકવા માટે વાલીઓ અત્યારથી લાગી ગયા છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ગુજરાતી મિડિયમમાં એડમિશન માટે વાલીઓએ રીતસરની ગઈકાલે બપોરેથી લાઈનો લગાવી હતી. જેની ફોર્મ વિતરણની કામગીરી આજે સવાર સાડા નવ વાગે શરૂ થઈ હતી. લોકોએ રાતભર ગોદડા પાથરીને સ્કૂલ આગળ રાતવાસો કરીને ફોર્મ મેળવવા માટે ઉજાગરા કર્યા હતા.

લાઈન લાગવાનું કારણ
સ્કૂલની ફી બહુ વ્યાજબી છે અને માત્ર 100 ફોર્મનું વિતરણ થવાનું છે. વાર્ષિક 10 હજાર રૂપિયા ફી ભરીને વિદ્યાર્થી અભ્યાસ કરી શકે છે. તેમજ FRC નિયમના મુજબ ફી શાળામાં લેવાઈ રહી છે. જુનિયર કેજીથી ધોરણ 10 સુધી અભ્યાસ થાય છે. એક ક્લાસમાં 35 વિદ્યાર્થીઓ એવા 3 વર્ગ ચલાવાય છે. વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ ઉપરાંત ડાન્સ, સ્કેટિંગ, કરાટે જેવી એક્ટિવિટી કરાવવામાં આવે છે.

દાખલા લઈને પ્રવેશ અપાશે
ચાણક્ય સ્કૂલ મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ પરવળે તેવી છે. ગુજરાતી મિડિયમમાં એડમિશન મળે તે માટે વાલીઓ લાઈન લગાડે છે. પ્રવેશ માટે અત્યાર વિદ્યાર્થીઓના દાખલા લેવામાં આવી રહ્યા છે. લાઈનમાં જે પહેલા 100 લોકો હશે તેમના બાળકોને અહીં પ્રવેશ મળશે અને તેમના બાળકોના દાખલા લેવાશે.

adv

Related News

post
post
post
post
post
post
post