• Home
  • News
  • આ મહિને લિન્ક કરાવી લો પાન-આધાર, નહીં તો આપવો પડી શકે છે 10 હજાર દંડ; આમ ચેક કરો પાન-આધાર લિન્ક છે કે નહીં
post

જો કોઈ વ્યક્તિ પાસે એક્ટિવ પાન નંબર નથી તો બેંક પોતાની આવક પર 20%ના દરે TDS કાપશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-08 10:27:19

કેન્દ્ર સરકારે પાનને આધાર સાથે લિન્ક કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ તારીખ સુધી આધાર-પાન લિન્ક ન કરવા પર તમારો પાન ઈનઓપરેટિવ (નિષ્ક્રિય) જાહેર કરી દેવાશે. ઈનઓપરેટિવ પાનનો ઉપયોગ કરવા પર તમારા પર 10 હજાર રૂપિયા દંડ લાગી શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર-પાન લિન્ક કરવાના રહેશે.

આજે અમે તમને જણાવીએ છીએ કે તમારા પાનને આધાર સાથે કેવી રીતે લિન્ક કરી શકાય... આમ ચેક કરો આધાર-પાન લિંક છે કે નહીં

·         સૌપ્રથમ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ incometax.gov પર જાઓ

·         અહીં નીચેની તરફ લિન્ક આધાર સ્ટેટસનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો.

·         એના પછી આગામી પેજ ખૂલશે, જ્યાં તમારે તમારો આધાર અને પાન નંબર નાખીને વ્યૂ આધાર લિન્ક સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે.

·         એના પર ક્લિક કરતાં જ સ્ક્રીન પર આધાર-પાન સાથે લિન્ક છે કે નહીં એની જાણકારી આવી જશે.

એક મેસેજથી કરી શકો છો આધાર-પાન લિન્ક

·         આના માટે તમારે તમારા ફોનમાં UIDPAN ટાઈપ કરવાનું છે. એના પછી સ્પેસ આપીને પોતાનો આધાર નંબર અને એના પછી સ્પેસ આપીને પાન નંબર નોંધાવવાનો છે.

·         ઉદાહરણ તરીકેઃ UIDPAN 0000011112222 AAAPA7777Q ટાઈપ કરીને 567678 કે 56161 પર મોકલવાનો છે.

·         એના પછી આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિન્ક કરવાની પ્રોસેસમાં મૂકી દેશે.

ઓનલાઈન લિન્ક કરી શકો છો આધાર-પાન

·         સૌપ્રથમ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટઃ incometax.gov પર જાઓ.

·         એમાં નીચેની તરફ લિન્ક આધારનો ઓપ્શન મળશે. એના પર ક્લિક કરવાથી એક નવું પેજ ખૂલશે

·         એમાં તમારે PAN નંબર, આધાર નંબર અને આધાર કાર્ડમાં નોંધેલું નામ નાખીને લિન્ક આધાર પર ક્લિક કરવાનું રહેશે.

·         એના પછી આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિન્ક કરવાની પ્રોસેસમાં મૂકી દેશે.

લિન્ક ન હોય તો પાન થઈ જશે નિષ્ક્રિય

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, જો કોઈ પાન કાર્ડ હોલ્ડર્સ પાનને આધાર સાથે લિન્ક કરાવતો નથી તો તેમના પાનને ઈનઓપરેટિવ ઘોષિત કરી દેવાશે. એના પછી નાણાકીય લેવડદેવડમાં પાનનો ઉપયોગ નહીં થઈ શકે. એ પણ જાણી લો કે જો તમે તમારા બેન્ક અકાઉન્ટમાંથી 50 હજારથી વધુ રકમ ઉપાડો છે કે જમા કરી રહ્યા છો તો તમારે પાન કાર્ડ બતાવવું પડે છે. એવામાં પાન નિષ્ક્રિય હોય તો તમે 50 હજાર રૂપિયાથી વધુની લેવડદેવડ નહીં કરી શકો.

અટકી શકે છે રોકાણના પૈસા
સેબીએ કહ્યું છે કે જો 30 સપ્ટેમ્બર સુધી પાન અને આધારને લિન્ક ન કરવામાં આવે તો પાન કામ કરવાનું બંધ કરી દેશે. જો પાન નહીં હોય તો કોઈપણ ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે.

આપવો પડશે બમણો TDS
સીએ અભય શર્માના અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે એક્ટિવ પાન નંબર નથી તો બેંક પોતાની આવક પર 20%ના દરે TDS કાપશે.

દંડ પણ લાગી શકે છે
નિયમ અંતર્ગત જો તમારો પાન નિષ્ક્રિય થઈ ચૂક્યો છે અને પછી પણ તમે એનો ઉપયોગ બેંકની લેવડદેવજ કે અન્ય જગ્યાએ કરો છો તો એવું માનવામાં આવશે કે તમે કાયદા અંતર્ગત પાન આપ્યો નથી, એવામાં તમારા પર ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 272B અંતર્ગત 10000 રૂપિયાનો દંડ લાગી શકે છે. એક્ટની કલમ 139A અંતર્ગત માગવા પર પાન બતાવવો અનિવાર્ય છે. જોકે બેંક અકાઉન્ટ ખોલાવવા કે પછી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા માટે નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરવા પર દંડ નહીં લાગે.

 

adv

Related News

post
post
post
post
post
post
post