• Home
  • News
  • લાલકૃષ્ણ અડવાણીનો 95મો જન્મદિવસ:મોદીએ ઘરે જઈને અડવાણીને અભિનંદન પાઠવ્યા; બંને લગભગ 40 મિનિટ સુધી સાથે રહ્યા, કેક કાપી કરી ઉજવણી
post

રાજનાથે કહ્યું- અડવાણીની ગણતરી મોટી હસ્તીઓમાં થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-08 20:06:28

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી મંગળવારે 95 વર્ષના થયા. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે જઈને અભિનંદન પાઠવ્યા હતા. લગભગ 40 મિનિટ સુધી મોદી તેમની સાથે રહ્યા અને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત રાજનાથ સિંહ પણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા. રાજનાથ સિંહે અડવાણી સાથેનો ફોટો ટ્વીટ કર્યો- 'હું ભગવાનને તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરું છું.'

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અડવાણીએ તેમના અથાક પ્રયાસોથી દેશભરમાં પાર્ટી સંગઠનને મજબૂત કર્યું. સરકારમાં રહેતાં તેમણે દેશના વિકાસમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. શાહે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરતાં શુભેચ્છા પાઠવી હતી.

રાજનાથે કહ્યું- અડવાણીની ગણતરી મોટી હસ્તીઓમાં થાય છે
રાજનાથ સિંહે કહ્યું હતું કે અડવાણીએ દેશ, સમાજ અને પાર્ટી માટે ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમની ગણતરી દેશની સૌથી મોટી હસ્તીઓમાં થાય છે.

અડવાણીનો જન્મ કરાચીમાં થયો હતો
અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં થયો હતો. 2002 અને 2004ની વચ્ચે તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 7મા નાયબ વડાપ્રધાન રહ્યા હતા. આ પહેલા તેઓ 1998થી 2004 સુધી એનડીએ સરકારમાં ગૃહમંત્રી હતા. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાંથી એક છે. તેમને 2015માં પદ્મ વિભૂષણ મળ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post