• Home
  • News
  • સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:તમિલનાડુની સ્થાનિકની ચૂંટણીમાં DMKની જીત
post

તમિલનાડુનાં 21 નિગમો, 138 નગરપાલિકાઓ અને 490 નગર પંચાયતોની 12,607 બેઠકો પર 19 ફેબ્રુઆરીના રોજ મતદાન થયુ હતુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-23 11:12:50

ચેન્નઈ: તમિલનાડુની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ડીએમકેએ જીત હાંસલ કરી છે. મંગળવાર સુધી જારી થયેલાં પરિણામો અનુસાર ડીએમકેને શહેરી સ્વરાજ્યની ચૂંટણીમાં 75% બેઠકો મળી છે. વિરોધપક્ષ એઆઇએડીએમકના ગઢ પશ્વિમી તમિલનાડુમાં પણ ડીએમકે આગળ છે. ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અહીંયા એઆઇએડીએમકેએ 10 બેઠકો જીતી હતી.

તમિલનાડુનાં 21 નિગમો, 138 નગરપાલિકાઓ અને 490 નગર પંચાયતોની 12,607 બેઠકો પર 19 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. મંગળવાર રાત સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોમાં ડીએમકેને 6,518 બેઠકો અને એઆઇએડીએમકને 1,747 બેઠકો મળી છે. 200 બેઠકો ધરાવતા ગ્રેટર ચેન્નાઇ મહાનગર પાલિકામાં ડીએમકેએ 146 બેઠકો પર એકતરફી જીત મેળવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post