• Home
  • News
  • લૉકડાઉન 1માં રોજ સરેરાશ 29 કેસ નોંધાતા, ચોથા લૉકડાઉનમાં રોજ સરેરાશ 382 કેસ
post

કુલ ટેસ્ટમાંથી સરેરાશ 8 ટકા પોઝિટિવ છેલ્લા 10 દિવસમાં 3,825 કેસ નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 09:39:09

અમદાવાદ: ચોથું લૉકડાઉન પણ હવે અંતિમ તબક્કામાં છે. ચોથા લૉકડાઉનના અત્યાર સુધીના 10 દિવસમાં 3825 કેસ નોંધાયા છે ‌જ્યારે 279 મૃત્યુ થયા છે. રાજ્યમાં 15 હજારથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ 1.94 લાખ ટેસ્ટ થયા છે એટલે કે કુલ ટેસ્ટના 8 ટકા કોરોના પોઝિટિવ આવે છે. છેલ્લા 10 દિવસમાં 50 હજાર‌ જેટલા ટેસ્ટ થયા છે.

50% ક્વોરોન્ટાઈન લોકો માત્ર  3 જિલ્લામાં
રાજ્યમાં કુલ 3.52 લાખ લોકો ક્વોરોન્ટાઈનમા છે. જેમાંથી 1.78 લાખ‌ લોકો તો અમદાવાદ, અમરેલી ‌અને ભાવનગર જિલ્લામાં જ છે. અમદાવાદમાં 80 હજાર, અમરેલીમાં 63 હજાર, ભાવનગરમાં 35 હજાર ‌છે. અમરેલીમાં માત્ર 8 કેસ હોવા છતાં 63 હજાર લોકો ક્વોરોન્ટાઈનમા છે. આ બધા જિલ્લા બહારથી આવેલા ‌છે. સૌથી ઓછા તાપી જિલ્લામાં 54 લોકો જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post