• Home
  • News
  • નિત્યાનંદના આશ્રમમાંથી લાપતા લોપામુદ્રાનું બ્રિટનથી સોગંદનામું
post

હાઇકોર્ટે કેસનો નિકાલ કરવાનું નક્કી કરતાં માતાપિતાનો વિરોધ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 09:08:15

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીઓ પૈકી લોપામુદ્રાએ બ્રિટનના કિંગસ્ટનથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યુ છે. હાઇ કમિશન સામે કરેલા સોગંદનામાના આધારે હેબિયસ કોર્પસનો નિકાલ કરવા કોર્ટે નક્કી કરતા યુવતીના પિતાએ વિરોધ કર્યો છે. યુવતીએ તેના માતાપિતા સાથે રહેવા ઇન્કાર કર્યો છે.


લોપામુદ્રાએ સોગંદનામામાં 3 મુદ્દા પર હાઇકોર્ટ સમક્ષ આવવા ઇન્કાર કર્યો છે. તેણે એવી રજૂઆત કરી છે કે, તે પુખ્ત વયની છે અને તેની મરજીથી ગઈ છે. કોઇએ તેને ગોંધી રાખી નથી. તેણે માતા-પિતા સાથે રહેવા ઇન્કાર કર્યો છે. તેણે એવો ઉલ્લેખ કર્યો છે કે તેને તેના માતા-પિતા સાથે ઘણા સમયથી સંબંધ નથી અને તે રાખવા પણ માગતી નથી. તેના પિતા આવી અરજી કરીને સ્વામી ઉપર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. 30મી નવેમ્બરથી તેણે ભારત છોડી દીધું છે અને તેના ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ પણ પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કર્યા હતા. તેના પિતાના રાજકીય સંપર્કો બહુ લાગવગ ધરાવતા હોવાથી તેને ભારતમાં આવતા ડર લાગી રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post