• Home
  • News
  • લવ-અલિશા વેડિંગ:ફિલ્મમેકર લવ રંજને લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું, તમારો પ્રેમ ને આશીર્વાદ જોઈએ
post

લવ રંજને 20 ફેબ્રુઆરીએ આગ્રામાં લગ્ન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-01 11:17:50

મુંબઈ: ફિલ્મમેકર લવ રંજને લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ અલીશા વૈદ સાથે 20 ફેબ્રુઆરીએ આગ્રાની હોટલમાં લગ્ન કર્યા હતા. લવે હાલમાં જ સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી.

તમારો પ્રેમ ને આશીર્વાદ જોઈએ
લગ્નની તસવીરો શૅર કરીને લવે કહ્યું હતું, 'અલીશા તથા લવ એક સાથે પોતાની નવી સફર શરૂ કરે છે. તમારો પ્રેમ ને આશીર્વાદ જોઈએ.' આ લગ્નમાં અર્જુન કપૂર, રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, દિનેજ વિજન, ભૂષણ કુમાર, પ્રીતમ, રકુલ પ્રીત સિંહ, જેકી ભગનાની, કાર્તિક આર્યન, નુસરત ભરુચા સહિતના સેલેબ્સ આવ્યા હતા.

મનીષ-સબ્યાસાચીના આઉટફિટ પહેર્યાં
લગ્ન પહેલાં હલ્દી, મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. વિવિધ ફંક્શનમાં કપલે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા તથા સબ્યસાચીના આઉટફિટ પહેર્યાં હતાં.

જાન્યુઆરીમાં લગ્ન કરવાના હતા
લવ તથા અલીશા જાન્યુઆરી, 2022માં લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાની ત્રીજી લહેરને કારણે લગ્ન પોસ્ટપોન કર્યા હતા. બંને એક જ કોલેજમાં સાથે ભણતા હતા અને આર્ટ્સ પ્રત્યેની રૂચિ બંનેને એકબીજાની નિકટ લાવી હતી.

ડિરેક્ટર લવ રંજન ગિન્ની વેડ્સ સન્ની’,‘પ્યાર કા પંચનામા’,‘સોનુ કે ટિટુ કી સ્વીટીઅને આકાશવાણીફિલ્મ માટે ફેમસ છે. હાલમાં લવ રંજન એક ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ફિલ્મમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, ડિમ્પલ કાપડિયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post