• Home
  • News
  • ગેસના ભાવ વધ્યા તો ઉજ્જ્વલાના 25% ગ્રાહકોએ ફરી સિલિન્ડર ભરાવ્યા જ નથી
post

આર્થિક સંકટના કારણે ગ્રાહકો માટે રિફીલ કરાવવું મુશ્કેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-21 12:02:29

નવી દિલ્હી: LPG (રાંધણગેસ) સિલિન્ડરના વધતા ભાવ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને લાકડાં, કોલસા જેવા અશુદ્ધ ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પાડી રહ્યા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 25% ગ્રાહકોએ ફરી સિલિન્ડર ભરાવ્યા જ નથી. આ ખુલાસો એસબીઆઇ રિસર્ચના તાજેતરના રિપોર્ટ ઇકોપ્રેપમાં થયો છે, જે મુજબ દિલ્હીમાં સબસિડી વિનાના સિલિન્ડરનો ભાવ ઓગસ્ટ, 2019માં 575 રૂ. હતો, જે ફેબ્રુઆરી, 2020માં 859 રૂ. થઇ ગયો છે.
દર વર્ષે 4 સિલિન્ડર મફત આપવા સહિત સૂચન પણ છે

રિસર્ચ દરમિયાન ડિસેમ્બર, 2018 સુધીમાં અપાયેલા 5.92 કરોડ કનેક્શન તથા 3 જૂન, 2019 સુધીમાં રિફીલ કરાયેલા સિલિન્ડરના રાજ્યવાર ડેટાનું વિશ્લેષણ કરાયું. ઉજ્જ્વલા યોજનાએ દેશભરમાં એલપીજી સિલિન્ડરની ઉપલબ્ધતાની સમસ્યા તો ઉકેલી નાખી છે પણ તેનો બોજ ઉઠાવવાની ક્ષમતા હજુ પણ સમસ્યારૂપ છે. આ સમસ્યા ઉકેલવા એસબીઆઇ રિસર્ચે ઘણા ઉપાય પણ સૂચવ્યા છે, જેમાં પસંદગીના પરિવારોને દર વર્ષે 4 સિલિન્ડર મફત આપવા સહિત આ સૂચન પણ છે.


57%
3થી વધુ વખત સિલિન્ડર ભરાવ્યો

રિફીલ

લાભાર્થી

ક્યારેય નહીં

24.6%

1-2 વખત

17.9%

3 વખત

11.7%

4 કે વધુ

45.8%

 

 

adv

Related News

post
post
post
post
post
post
post