• Home
  • News
  • જ્યોતિરાદિત્ય સિંધિયાએ Twitter પ્રોફાઇલથી હટાવ્યો 'કૉંગ્રેસી' પરિચય
post

કૉંગ્રેસ નેતા અને પાર્ટી મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ફરી ચર્ચામાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 14:52:59

ભોપાલ : કૉંગ્રેસ નેતા અને પાર્ટી મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ફરી ચર્ચામાં છે. તેઓએ Twitter પર પોતાનું સ્ટેટસ બદલી દીધું છે. તેઓએ પોતાના સ્ટેટસમાં public servant અને cricket enthusiast લખ્યું છે. જ્યારે પહેલા પૂર્વ સાંસદ ગુના, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉર્જા-વાણિજ્ય અને ઉદ્યોગ લખ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પર પોતાનું સ્ટેટસ બદલતાં જ તેઓ ચર્ચાનો વિષય બની ગયા. મધ્ય પ્રદેશના રાજકારણમાં મહારાજના નામથી સંબોધિત કરાતાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ અચાનક પોતાના નામની સાથે public servant અને cricket enthusiast લખ્યું છે. સિંધિયા સાથે જોડાયેલા ખૂબ જ નજીકના સૂત્રો મુજબ, 'ટ્વિટર એકાઉન્ટને સિમ્પલ કરવા માટે ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા જે તમામ જૂની જાણકારી લખેલી હતી તે ગૂગલથી તલાશ કરવામાં આવી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ક્રિકેટ પ્રેમી છે અને જનતાના સેવક છે. બસ હવે આ બે વાતો મહત્વપૂર્ણ છે જે ટ્વિટર એકાઉન્ટના નવા સ્ટેટસમાં લખેલી છે. તેનો અર્થ કૉંગ્રેસની અંતર હોવાનું ન ગણવામાં આવે.'

 

ટ્ટિટર પર સ્ટેટસ બદલ્યા બાદ રાજકીય હલચલ શરૂ થઈ તો જ્યોતિરાદિત્યએ સ્પષ્ટતા કરતાં કહ્યુ કે, મેં જનતાના સૂચનોને આધારે પોતાનું સ્ટેટસ બદલ્યું છે. બાકી તમામ વાતો પાયાવિહોણી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લા દોઢ વર્ષથી સતત કોઈને કાઈ કારણે ચર્ચામાં રહે છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમને પાર્ટીના ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેઓ સ્ટાર કેમ્પેનર હતા. સિંધિયાએ સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી પાર્ટી માટે માહોલ ઊભો કર્યો. તેમની સ્પષ્ટ છબિ, આક્રમક અંદાજ અને યુવા નેતૃત્વને લોકોએ પસંદ કયું. સમગ્ર કેમ્પેન દરમિયાન સિંધિયાને સમર્થન મળ્યું. તેઓ મુખ્યમંત્રી પદના સ્વાભાવિક દાવેદાર માનવામાં આવ્યા. પરંતુ જ્યારે મધ્ય પ્રદેશમાં પાર્ટી સત્તામાં આવી તો સિંધિયાન હાથમાં સત્તા ન આવી. સમર્થકોના ઘણાં લૉબિંગ અને સિંધિયાની દાવેદારી છતાંય કમલનાથ-દિગ્વિજયજી જોડીની સામે બાજુમાં કરી દેવામાં આવ્યા. હા, તેમના સમર્થકોને કમલનાથ મંત્રીમંડળમાં ચોક્કસપણે મહત્વ મળ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post