• Home
  • News
  • જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ, કારગિલમાં નોંધાયું કેન્દ્રબિંદુ
post

આ પહેલા પાકિસ્તાનમાં સવારે 11.38 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-18 18:01:38

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે  આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ પહેલા પાકિસ્તાનમાં સવારે 11.38 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ વખતે શું કરવું?

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ કહ્યું કે ભૂકંપ દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. ટેબલની નીચે છુપાઈ જાઓ અથવા તમારા માથાને ઢાંકી દો. આ સિવાય ધ્રુજારીના આંચકા આવતા જ તરત જ બહાર નીકળી જાઓ અને લિફ્ટનો ઉપયોગ ન કરો. બહાર આવ્યા પછી થાંભલાઓ, ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો. 

  • ટેબલની નીચે છુપાઈ જાઓ અથવા તમારા માથાને ઢાંકી દો
  • ધ્રુજારીના આંચકા આવતા જ તરત જ બહાર નીકળી જાઓ
  • બહાર આવ્યા પછી થાંભલાઓ, ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો
  • લિફ્ટનો ઉપયોગ ન કરવો
adv

Related News

post
post
post
post
post
post
post