• Home
  • News
  • આજનો ઈતિહાસ : કાશ્મીર પર મહારાજા હરિસિંહે લીધો હતો મોટો નિર્ણય, નહેરૂએ કરી હતી સૌથી મોટી ભૂલ!
post

2015માં ઉત્તરપૂર્વ અફઘાનિસ્તાનની હિંદુકુશ પર્વતમાળામાં 7.5ની તીવ્રતાના ભૂકંપથી 398 લોકોનાં મોત, 2536 ઘાયલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 10:09:05

સંસારનો સૌથી મોટો વણઉકેલ્યો મુદ્દો છે જમ્મુ-કાશ્મીરનો. 1947માં જે વિલય સંધિના આધારે જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો બન્યું, એ માત્ર બે પાનાની છે અને તેણે વિવાદનું સમાધાન નથી આપ્યું પણ તેમાં ગૂંચવણ સર્જી છે.

એ સમયે સાડા પાંચસોથી વધુ રજવાડાના શાસકોએ નક્કી કરવાનું હતું કે તેઓ ભારતમાં રહે અથવા પાકિસ્તાનમાં જાય. દિલ્હીમાં ગૃહ મંત્રાલયે એક ફોર્મ તૈયાર કર્યુ હતું. તેમાં પણ ખાલી જગ્યા રાખવામાં આવી હતી, જેમાં રજવાડાં અને શાસકોના નામ અને તારીખ લખવાની હતી.

અ મિશન ઈન કાશ્મીર પુસ્તકના લેખક એન્ડ્રૂ વ્હાઈટહેડે લખ્યું છે કે કાશ્મીરના અંતિમ મહારાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માગે છે પણ એ તો વિકલ્પ હતો જ નહીં. ત્યાં મુસ્લિમ વસતી વધુ હતી, પરંતુ શાસક હિન્દુ હતા. હરિસિંહે નિર્ણય લેવામાં ઘણો વિલંબ કર્યો હતો. ભારત-પાકિસ્તાન આઝાદ થઈ ચૂક્યા હતા.

જ્યારે ઓક્ટોબર 1947માં એ વાતના સંકેત મળ્યા કે જમ્મુ-કાશ્મીર ભારતમાં વિલિન થઈ શકે છે તો કબીલા યોદ્ધાઓએ આક્રમણ કરી દીધું. પાકિસ્તાનની નવી સરકારે તેમને હથિયાર આપ્યા. કબીલા યોદ્ધાઓની ફોજ બીનમુસ્લિમોની હત્યા અને લૂંટફાટ કરતી આગળ વધી.

ત્યારે હરિસિંહ 25 ઓક્ટોબર 1947ના રોજ શ્રીનગરથી જમ્મુ આવી ગયા. અધિકૃત રીતે કહી શકાય કે ગૃહ સચિવ વી પી મેનન 26 ઓક્ટોબરે જમ્મુ ગયા અને તેમણે જ વિલયના કાગળો પર મહારાજા પાસે હસ્તાક્ષર કરાવ્યા. ભારતીય સેનાએ પાકિસ્તાનીઓને શ્રીનગરમાં ઘૂસવાથી રોક્યા.

પરંતુ સમગ્ર રજવાડાંને બહાર કાઢી ન શક્યા. 1948માં ફરી લડાઈ છેડાઈ અને પાકિસ્તાને ખુલ્લેઆમ ભાગ લીધો. આઝાદ થયાના થોડા મહિનાઓમાં જ ભારત અને પાકિસ્તાન કાશ્મીરમાં એકબીજા સાથે લડી રહ્યા હતા. હરિસિંહે વિલય સંધિ પર સાઈન કરીને વિવાદ ઉકેલાશે એવી આશા વ્યક્ત કરી હતી પણ એ વિવાદનો હલ હજુ સુધી મળ્યો નથી.

26 ઓક્ટોબરના હસ્તાક્ષરનું મહત્વઃ કબીલાવાસીઓનો સામનો કરવા માટે 27 ઓક્ટોબરે ભારતીય સેના કાશ્મીર તરફ આગળ વધી. તેને વિમાનથી શ્રીનગરના રનવે પર ઉતારવામાં આવી. ભારતે હંમેશા એમ જ કહ્યું છે કે વિલય સંધિ પર સાઈન પછી જ સૈન્ય અભિયાન શરૂ કરાયું.

શું હતી નહેરૂની ભૂલઃ લોર્ડ માઉન્ટબેટને કહ્યું હતું કે હુમલાખોરોને હાંકી કાઢ્યા પછી જનતાના મત પર રાજ્યના વિલયનો મુદ્દો ઉકેલો. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તો સંયુક્ત રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય પક્ષની હાજરીમાં જનમત સંગ્રહની વાત કરી દીધી.

1948માં પ્રથમવાર નાના બાળકને જાનવરના અંગ લગાવાયા
14
ઓક્ટોબર 1984ના રોજ જન્મેલા બેબી ફેઈને હૃદયની દુર્લભ બીમારી હતી. ત્યારે તેને બબૂનનું હૃદય લગાવાયું હતું. આ સર્જરી કેલિફોર્નિયામાં લોમા લિંડા યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં ડો. લિયોનાર્ડ એલ બેલીએ કરી હતી. એ વાત અલગ છે કે બેબી ફેઈના શરીરે બબૂનનું હૃદય સ્વીકાર્યુ નહોતું. થોડા જ દિવસોમાં ફેઈનું મોત થયું. તેના પછી પણ આ પ્રથમ કેસ હતો જેમાં જાનવરના અંગનો ઉપયોગ મનુષ્યમાં કરાયો હોય.

આજની તારીખને આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છેઃ

·         1858ઃ એચ.ઈ. સ્મિથે વોશિંગ મશીનની પેટન્ટ કરાવી.

·         1905ઃ નોર્વેએ સ્વીડનથી આઝાદી મેળવી.

·         1934ઃ મહાત્મા ગાંધીના સંરક્ષણમાં અખિલ ભારતીય ગ્રામીણ ઉદ્યોગની સ્થાપના.

·         1943ઃ કલકત્તામાં કોલેરાની મહામારીથી ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં 2155 લોકોનાં મોત.

·         1951ઃ વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા.

·         1969ઃ ચંદ્ર પર કદમ રાખનારા પ્રથમ અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રીન મુંબઈ આવ્યા.

·         1975ઃ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાત અમેરિકાની અધિકૃત યાત્રા કરનારા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.

·         1976ઃ ત્રિનિદાદ એન્ડ ટોબેગો ગણરાજ્યને બ્રિટનથી આઝાદી મળી.

·         2001ઃ જાપાને ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ લાગેલા પ્રતિબંધો હટાવવાની ઘોષણા કરી.

·         2005ઃ વ ર્ષ 2006ને ભારત-ચીન મૈત્રી વર્ષ તરીકે મનાવવાનો નિર્ણય.

·         2006ઃ ઈઝરાયેલમાં એક મંત્રીએ ભારત સાથે બરાક સોદા અંગે તપાસની માગ કરી.

·         2007ઃ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનું મહત્વપૂર્ણ યાન ડિસ્કવરી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક ઉતર્યુ.

·         2015ઃ ઉત્તરપૂર્વ અફઘાનિસ્તાનની હિંદુકુશ પર્વતમાળામાં 7.5ની તીવ્રતાના ભૂકંપથી 398 લોકોનાં મોત, 2536 ઘાયલ

 

adv

Related News

post
post
post
post
post
post
post