• Home
  • News
  • નાયબ-મુખ્યમંત્રી બન્યાના 48 કલાક બાદ અજિત પવાર સિંચાઈ ગોટાળામાં ક્લીનચિટ
post

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ-ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધાના લગભગ 48 કલાક બાદ જ ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોએ એનસીપી (NCP) નેતા અજિત પવારને મોટી રાહત આપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 16:36:22

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ-ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધાના લગભગ 48 કલાક બાદ જ ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોએ એનસીપી (NCP) નેતા અજિત પવારને મોટી રાહત આપી છે. એસીબીએ 70,000 કરોડ રૂપિયાના સિંચાઈ ગોટાળામાં અજિત પવારને ક્લિનચિટ આપી છે.

આ પહેલા મહારાષ્ટ્રમાં થયેલા લગભગ 70 હજાર કરોડના કથિત સિંચાઈ ગોટાળમાં એસીબીએ નવેમ્બર 2018માં અજિત પવારને જવાબદાર ઠેરવ્યા હતા. મહારાષ્ટ્ર એસીબીએ મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના કથિત સિંચાઈ ગોટાળામાં તેમની તપાસમાં રાજ્યના પૂર્વ નાયબ-મુખ્યમંત્રી અજિત પવાર તથા અન્ય સરકારી અધિકારીઓ તરફથી ભારે ચૂકની વાત સામે આવી છે. આ ગોટાળો લગભગ 70 હજાર કરોડ રૂપિયાનો છે. જે કૉંગ્રેસ-એનસીપી પાર્ટીના શાસન દરમિયાન અનેક સિંચાઈ પરિયોજનાઓને મંજૂરી આપવા અને તેને શરૂ કરવામાં કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતા સાથે જોડાયેલો છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં થયેલા આશ્ચર્યજનક ઉલટફેરમાં શનિવારે ભાજપાના દેવેન્દ્ર ફડણવીસની મુખ્યમંત્રી તરીકે વાપસી થઈ જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. આ ઘટનાક્રમ એવા સમયે થયો જ્યારે થોડા કલાક પહેલા જ કોંગ્રેસ અને એનસીપી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવવા પર સહમતિ બનાવવાની જાહેરાત કરી હતી.બાદમાં શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ અપાવવાની મહારાષ્ટ્રના રાજ્યપાલની 'મનમાની અને દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી' વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી.

 

adv

Related News

post
post
post
post
post
post
post