• Home
  • News
  • મહારાષ્ટ્ર: ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ, તમામ સુરક્ષિત
post

ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક લાગી હતી આગ

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-29 14:40:23

મહારાષ્ટ્ર: ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનમાં (Gandhidham Puri Express) આગ (Fire) લાગી હતી. મહારાષ્ટ્રના નંદુરબાર (Nandurbar) સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી હતી જ્યારે ટ્રેન નંદુરબાર સ્ટેશને પહોંચવાની હતી ત્યારે ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેન પેન્ટ્રી કારમાં આગ લાગી હતી. દરમિયાન તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. રેલ્વે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

ટ્રેન સ્ટેશને પહોંચે તે પહેલા જ થોડે દૂર અચાનક આગ લાગી હતી. પેન્ટ્રી કારને બાકીના કોચથી અલગ કરવામાં આવી હતી.અચાનક લાગેલી આગના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આગના કારણે મુસાફરો પોતાની સુરક્ષા માટે દોડવા લાગ્યા હતા. કેટલાક મુસાફરો બૂમો પાડવા લાગ્યા હતા. ઝડપથી ફાટી નીકળતી આગ અને ધુમાડાના કારણે મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. સ્ટેશન નજીક હોવાને કારણે ટ્રેનની સ્પીડ ઓછી હતી. જેના કારણે મોટરમેને તરત જ કાર રોકી હતી.

તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા

ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતાની સાથે જ ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ પેન્ટ્રી કાર અને એસી બોગીમાં લાગી હતી.આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ ટ્રેન સ્ટેશન નજીક પહોંચી હતી કે ટ્રેનમાં આગ લાગી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post