• Home
  • News
  • મહારાષ્ટ્રનું રાજકીય સંકટ- કાલે સવારે 10.30 વાગે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે
post

મહારાષ્ટ્રમાં 3 દિવસની ખેંચતાણ પછી સોમવારે સુપ્રીમ કોર્ટમાં વિપક્ષી પાર્ટીઓ ની અરજી પર સુનાવણી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 12:08:05

મુંબઈ: મહારાષ્ટ્રમાં 3 દિવસની ખેંચતાણ પછી સોમવારે સુપ્રીમ કોર્ટમાં વિપક્ષી પાર્ટીઓ (શિવસેના, એનસીપી, કોંગ્રેસ)ની અરજી પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. શિવસેના તરફથી કપિલ, સિબબ્લ, એનસીપી-કોંગ્રેસ તરફથી મનુ સિંઘવી, મહારાષ્ટ્ર ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસ તરફથી મુકુલ રોહતગી અને સોલિસિટર જનરલ કોર્ટ રૂમમાં દલીલ કરી રહ્યા છે.

જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ જૂના નિર્ણય જણાવતા કહ્યું કે, આના કેસમાં સામાન્ય રીતે 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવેલ છે. અમુક કેસમાં ફ્લોર ટેસ્ટ માટે 48 કલાકનો સમય આપવામાં આવે છે. શું પાર્ટીઓ ફ્લોર ટેસ્ટ મુદ્દે કઈ કહેવા માંગે છે. આ વિશે સોલિસિટર જનરલ મહેતા અને રોહતગીએ કોર્ટમાં કોઈ વચગાળાનો આદેશ જાહેર કરવા કહ્યું હતું.

અજીત પવાર તરફથી વકીલ મનવિંદર સિંહે કહ્યું, હું જ એનસીપી છું. અમારી ચિઠ્ઠી કાયદાકીય રીતે સાચી છે. રાજ્યપાલની ગેરહાજરીમાં સચિવને ચિઠ્ઠી સોંપવામાં આવી હતી. કોર્ટ બધા દસ્તાવેજ જોઈ ચૂકી છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મોટા ભાગના કેસમાં 24 કલાકની અંદર જ ફ્લોર ટેસ્ટ થયો છે. જેની પાસે બહુમતી છે એ સાબીત કરે.

સુપ્રીમ કોર્ટની આ વાતથી બીજેપીના વકીલ મુકુલ રોહતગી સહમત નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું છે કે, અમને વધારે સમયની જરૂર છે.

adv

Related News

post
post
post
post
post
post
post