• Home
  • News
  • મહેશ બાબુની માતાનું અવસાન:ઘટ્ટામનેની ઈન્દિરા દેવીએ અંતિમ શ્વાસ લીધા, 8 મહિના પહેલાં મોટાભાઈનું અવસાન થયું હતું
post

ઈન્દિરા દેવી તેલુગુ સુપરસ્ટાર કૃષ્ણાની પત્ની હતાં. તેમને ત્રણ દીકરી અને બે દીકરા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 18:52:15

સાઉથ એક્ટર મહેશબાબુની માતા ઘટ્ટામનેની ઈન્દિરા દેવીએ સવારે 3-4 વાગ્યાની વચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા. તબિયત લથડતાં તેમને હૈદારાબાદની AIG હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અંતિમ દર્શન માટે ઈન્દિરા દેવીનો પાર્થિવદેહ 28 સપ્ટે્બરના રોજ સવારે 9 વાગે પદ્માલય સ્ટૂડિયોમાં રાખવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર હૈદારાબાદમાં મહાપ્રસ્થાન, જુબલી હિલ્સ ખાતે કરવામાં આવશે. ઈન્દિરાદેવી પોતાના ઘરે એકલાં રહેતાં હતાં. જોકે, મહેશબાબુ અવારનવાર મળવા આવતો હતો.

8 મહિના પહેલાં મોટાભાઈ રમેશનું અવસાન
ઉલ્લેખનીય છે કે ઈન્દિરા દેવી તેલુગુ સુપરસ્ટાર કૃષ્ણાની પત્ની હતાં. તેમને ત્રણ દીકરી અને બે દીકરા (મહેશબાબુ તથા રમેશબાબુ) હતા. રમેશબાબુનું આ વર્ષે જાન્યુઆરીમાં અવસાન થયું હતું. મોટાભાઈના અવસાનથી મહેશબાબુ ભાંગી પડ્યો હતો. રમેશબાબુના અવસાનના બે દિવસ પહેલાં જ મહેશબાબુ કોરોનાને કારણે હોમ આઇસોલેશનમાં હતો.

adv

Related News

post
post
post
post
post
post
post