• Home
  • News
  • માહી સૌથી વધુ 9 IPL ફાઇનલ રમનાર પ્રથમ ખેલાડી, કેપ્ટન કૂલના આ 7 રેકોર્ડ્સ સુધી પહોંચવું બહુ અઘરું
post

ધોનીએ IPLની 190 મેચમાં 42.40ની એવરેજથી 4432 રન બનાવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 12:03:58

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 39 વર્ષના થયા છે. તેમનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ ઝારખંડ (તત્કાલીન બિહાર)ના રાંચીમાં થયો હતો. કેપ્ટન કૂલ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં  ઘણા રેકોર્ડ બનાવ્યા છે, જે કોઈ પણ ખેલાડી માટે તોડવા ખૂબ મુશ્કેલ રહેશે. ધોની એકમાત્ર એવા ખેલાડી છે કે જેમણે IPLમાં 9 વાર ફાઇનલ રમી છે. આ સમય દરમિયાન તેમણે પોતાની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સને ત્રણ વખત ચેમ્પિયન પણ બનાવી છે.

ધોનીએ ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 200 વનડેમાં કપ્તાની કરી છે. આમાંથી ભારત 110 વનડે જીત્યું છે. તે સૌથી વધુ વનડેમાં કપ્તાની કરનાર ખેલાડીઓની સૂચિમાં ત્રીજા સ્થાને છે. માહીએ 90 ટેસ્ટ, 349 વનડે અને 98 T-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. 2015માં તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો. તેની કેપ્ટનશીપ હેઠળ ધોનીએ 2007માં T-20, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતી
કેપ્ટન તરીકે ધોનીએ IPLમાં સૌથી વધુ 104 મેચ જીતી છે. ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી 99 મેચ જીતી હતી, જ્યારે 5 મેચ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે જીતી હતી. બીજા નંબર પર મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે, જેણે પોતાની ટીમને 104 મેચમાંથી 60 મેચ જીતી છે.

20મી ઓવરમાં સૌથી વધુ રન
ધોનીને ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ફિનિશર કહેવાય છે. IPLમાં અત્યાર સુધી રમાયેલી 190 મેચોમાં ધોનીએ છેલ્લી (20મી) ઓવરમાં સૌથી વધુ 564 રન બનાવ્યા છે. બીજા નંબરે વેસ્ટ ઇન્ડીઝનો કાયરન પોલાર્ડ છે, જેણે અત્યાર સુધીમાં 281 રન બનાવ્યા છે.

ધોનીએ 5 જુદા જુદા નંબર ફિફટી ફટકારી
ધોનીએ IPLમાં 5 જુદા જુદા નંબર પર બેટિંગ કરી ફિફટી ફટકારી છે. આવું કરનાર તેઓ એકમાત્ર ખેલાડી છે. તેમણે 2009માં દિલ્હી સામે 37 બોલમાં 58 રન બનાવ્યા હતા, જેમાં ત્રીજા ક્રમે બેટિંગ કરી હતી. 2013માં, તેમણે દિલ્હી સામે ફરીથી ચોથા નંબર પર અડધી સદી ફટકારી હતી. સૌથી વધુ ફિફટી માહીએ 5 અને 6 નંબર પર બેટિંગ કરી મારી છે. જેમાં 2010માં પંજાબ સામે અને 2018માં બેંગ્લુરુ સામેની ફિફટીનો સમાવેશ થાય છે. તે જ સમયે, ધોનીએ 2013ની ફાઈનલમાં મુંબઇ સામે 7 નંબર પર 45 બોલમાં 63 રન બનાવ્યા હતા.

સૌથી વધુ આઉટ કર્યા
IPL
માં વિકેટકીપર ધોનીએ સૌથી વધુ 132 ખેલાડીઓને આઉટ કર્યા. આ દરમિયાન વિકેટ પાછળ 94 કેચ લીધા હતા અને 38 સ્ટમ્પિંગ્સ કર્યા. ધોનીએ આ વિકેટ 190 આઈપીએલ મેચમાંથી 183 મેચમાં ઝડપી છે. તે પછી બીજા નંબર પર 131 વિકેટ સાથે દિનેશ કાર્તિક છે.

સૌથી વધુ સ્ટમ્પ આઉટ
IPL
માં સૌથી વધુ સ્ટમ્પ આઉટ કરવાનો રેકોર્ડ વિકેટકીપર ધોનીના નામે છે. તેમણે અત્યાર સુધી 38 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા છે. આ કેસમાં પણ તેની પાછળ દિનેશ કાર્તિક છે. આ વિકેટકિપર 30 ખેલાડીઓને સ્ટમ્પ આઉટ કરી ચૂક્યો છે. ધોનીએ એક વખત ભારત માટે રમતી વખતે 0.09 સેકન્ડમાં બેટ્સમેનને સ્ટમ્પ કર્યો હતો. ત્યારે તેણે ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બેલીનો શિકાર કર્યો હતો.

માહી સૌથી વધુ IPL ફાઇનલ રમ્યા છે
ધોનીના નામે IPLમાં સૌથી વધુ 9 ફાઇનલ રમવાનો રેકોર્ડ છે. તેમાંથી તે 8 ચેન્નાઇ માટે રમ્યા અને 3 વાર ચેમ્પિયન બન્યા. એકવાર તે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે રમ્યા હતા. તેમના પછી બીજા નંબરે ચેન્નાઇનો સુરેશ રૈના છે. જે 8 વાર ફાઇનલ રમ્યો છે.

કેપ્ટન તરીકે સૌથી વધુ IPL મેચ રમ્યા
IPL
માં કેપ્ટન તરીકે રમવામાં આવેલી સૌથી વધુ 174 મેચનો રેકોર્ડ પણ મહીના નામે છે. જેમાં ચેન્નાઇ માટે 160 અને પુણે (2016 સીઝન) માટે 14 મેચ શામેલ છે. તે પછી ગૌતમ ગંભીર છે, જેણે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી કુલ 129 મેચમાં કપ્તાની કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post