• Home
  • News
  • અમદાવાદથી ઉપડતી ટ્રેનોના શિડ્યુલમાં મોટો ફેરફાર, 12 ટ્રેન ટર્મિનેટ કરાઈ
post

કુલ 12 ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે અને ખુર્દા રોડ અને પુરી સ્ટેશન વચ્ચે રદ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-23 12:16:55

અમદાવાદ :ઓરિસ્સામાં ભગવાન જગન્નાથની રથયાત્રા (rathyatra) યોજાવાની છે. ત્યાર પૂર્વ કોસ્ટ રેલ્વેની 'પુરી' માં વિશ્વ વિખ્યાત રથયાત્રાને ધ્યાનમાં રાખીને અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પસાર થતી તથા ચાલતી ટ્રેનોના શિડ્યુલ (train schedule) માં ચેન્જિસ થયા છે. કુલ 12 ટ્રેનો ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે અને ખુર્દા રોડ અને પુરી સ્ટેશન વચ્ચે રદ રહેશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ (દર બુધવારે) 30 મી જૂનથી 21 જુલાઇ, 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે અને ટ્રેન નંબર 08406 અમદાવાદ-પુરી સ્પેશ્યલ (દર શુક્રવારે) 25 જૂનથી 16 મી જુલાઈ, 2021 સુધી ખુર્દા રોડ પર સમાપ્ત થશે.

2. ટ્રેન નંબર 08401 પુરી-ઓખા સ્પેશ્યલ (દર રવિવારે) 27 જૂનથી 18 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે. અને ટ્રેન નંબર 08402 ઓખા-પુરી સ્પેશ્યલ (દર બુધવારે) 23 જૂનથી 21 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ પર સમાપ્ત થશે.

3. ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ (દર મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) 24 જૂનથી 23 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશનથી દોડશે. અને ટ્રેન નંબર 02844 અમદાવાદ-પુરી સ્પેશિયલ (દર સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર) 24 જૂનથી 19 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ પર સમાપ્ત થશે.

4. ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ (દર સોમવાર, ગુરુવારે) 24 જૂનથી 22 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે અને ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશ્યલ (દર મંગળવાર, ગુરુવાર) 22 થી 20 જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ પર સમાપ્ત થશે.

5. ટ્રેન નંબર 02973 ગાંધીધામ-પુરી સ્પેશ્યલ (દર બુધવારે) 23 જૂનથી 21 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશનથી ચાલશે અને ટ્રેન નંબર 02974 પુરી-ગાંધીધામ સ્પેશિયલ (દર શનિવારે) 26 જુનથી 17 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડ સ્ટેશન પર સમાપ્ત થશે.

6. ટ્રેન નંબર 09493 ગાંધીધામ-પુરી સ્પેશ્યલ (દર શુક્રવારે) 25 જૂનથી 16 જુલાઇ 2021 સુધી ખુર્દા રોડથી ચાલશે અને ટ્રેન નંબર 09494 પુરી-ગાંધીધામ સ્પેશિયલ (દર સોમવારે) 28 જૂનથી 19 મી જુલાઈ 2021 સુધી ખુર્દા રોડ પર સમાપ્ત થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post