મલાઇકાએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે મારા પુત્ર અરહાને આ આકર્ષક તસવીર ખેંચી છે
મલાઇકા અરોરા ખુબજ ફીટ રહેવામાં માને છે. હાલ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં જ્યાં હાહાકાર મચાવ્યો છે ત્યાં આ અભિનેત્રીએ તેની કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે. મલાઈકા જિમ કે યોગા ક્લાસથી ઘરે જતી હોય ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધુમ મચાવતી હોય છે.
હાલ મલાઇકા ઘરે જ એક્સરસાઇઝ કરે છે અને પોતાને ફીટ રાખે છે. હાલ મોટાભાગે લોકો ઘરમાં જ રહે છે આથી તેઓ પોતપોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરતા દેખાય છે. મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના ડોગ કેસ્પર સાથે બેઠી છે. મલાઇકાની આ તસવીર જાણો છો કોણે ક્લીક કરી છે?
મલાઇકાએ તસવીરના કેપ્શનમાં
લખ્યું છે કે મારા પુત્ર અરહાને આ આકર્ષક તસવીર ખેંચી છે. થેક્યુ બેટા. મલાઇકાએ થોડા સમય પહેલા કોરોના
વાયરસ સામે લડવા અને સાવાધાની રાખવા મેસેજ શેર કર્યો હતો તસવીરમાં મલાઇકા
સેનેટાઇઝર યૂઝ કરતી જોવા મળી હતી.