• Home
  • News
  • પામ તેલ મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા મલેશિયા ભારત પાસેથી 1.30 લાખ ટન કાચી ખાંડ ખરીદશે
post

MSM મલેશિયા હોલ્ડિંગ્સ બરહાદ કંપનીએ કહ્યું- ખરીદી વધારવા પાછળ પામ તેલનો વિવાદ જવાબદાર નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 10:51:19

નવી દિલ્હીઃ ભારતે કાશ્મીર અને નાગરિકતા કાયદા (CAA) મુદ્દે મલેશિયાના વિરોધી સૂર વચ્ચે પામ તેલની આયાત પર નિયંત્રણ લાદ્યા બાદ વધુ કેટલીક ચીજવસ્તુની આયાત કરવા અંગે કડક વલણ અપનાવી શકે તેમ છે. જોકે, અટકળો વચ્ચે ભારતના આકરા વલણથી ડઘાઈ ગયેલું મલેશિયા હવે ભારતને મનાવવા માટે પ્રયત્નશીલ બન્યુ છે. દિશામાં પગલું ભરતા મલેશિયાની અગ્રણી સુગર રિફાઈનર MSM મલેશિયા હોલ્ડિંગ્સ બરહાદ આગામી નાણાકીયના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આશરે 1,30,000 ટન કાચી ખાંડ (Raw Sugar)ની ભારત પાસેથી ખરીદી કરશે. અગાઉ કંપનીએ વર્ષ 2019માં ભારત પાસેથી 88,000 ટન કાચી ખાંડની ખરીદી કરી હતી. જોકે, કંપનીએ ખરીદીમાં વધારો કરવા પાછળ પામ તેલનો વિવાદ નહીં હોવાનું કંપનીએ કહ્યું છે.

MSM વિશ્વની સૌથી મોટી ઓઈલ ઉત્પાદક કંપની FGV હોલ્ડિંગની સુગર રિફાઈનરી પેટાકંપની છે. ઉપરાંત FGV હોલ્ડિંગ્સ મલેશિયા સરકાર હસ્તકની ફેડરલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (Felda)નો ભાગ છે. કંપનીએ ખરીદી વધારવા પાછળના કારણ માટે પામ ઓઈલ જવાબદાર હોવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત છેલ્લા પાંચ વર્ષથી મલેશિયાના પામ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર છે.

મલેશિયાએ ગત નાણાકીય વર્ષમાં 10.80 અબજ ડોલરની ભારતમાં નિકાસો કરી હતી, જ્યારે 6.40 અબજ ડોલરની આયાત કરી હતી. આમ ભારત મલેશિયા સાથે વ્યાપક પ્રમાણમાં વ્યાપાર ખાધ ધરાવતુ હતું. સંજોગોમાં બન્ને દેશ વચ્ચે વેપાર ખાધને ઘટાડવા માટે ભારતે મલેશિયાને અપીલ કરી હતી, જેને ધ્યાનમાં રાખી ખરીદી કરવામાં આવતી હોય તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post