• Home
  • News
  • સલમાન ખાનને મારી નાખવાની ધમકી
post

બૉલિવડુ અભિનેતા સલમાન ખાનને જીવથી મારી નાખવાની ધમકી મળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-03 12:58:44

જોધપુર : બૉલિવડુ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. આ પોસ્ટ વાયરલ (Post Viral) થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. જોકે, ચોંકાવનારી વાત એ રહી કે આરોપીને પોલીસે કાર ચોરી કરતાં પકડ્યો ત્યારે ખુલાસો થયો કે આ એ જ વ્યક્તિ છે જેણે સલમાન ખાનને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ જૈકી બિશ્નોઈ તરીકે થઈ છે.

આરોપી જૈકી બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. તેમાં તેણે સલમાન ખાનને ધમકી આપતાં કહ્યુ હતું કે તેને તેના ગુના માટે કોર્ટ શું સજા આપશે, હું તેનો જીવ લઈશ..તેને હું સજા આપીશ. જૈકીએ જ્યારે આ પોસ્ટ મૂકી તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ પોસ્ટ તેણે કાળિયાર શિકાર કાંડને ધ્યાને લઈ કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ પબ્લિસિટી માટે આ પોસ્ટ મૂકી હતી.

પોલીસે બે આરોપીઓને સંદિગ્ધ માનતાં કેટલાક દિવસો પહેલા ચેકિંગ દરમિયાન રોક્યા હતા. તેઓ બંને એક લક્ઝરી કારમાં સવાર હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે કાર ચોરીની છે અને બંને માદક પદાર્થોની તસ્કરી કરે છે. તેના માટે કારોની ચોરી પણ કરે છે. જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તો સામે આવ્યું કે બંનેમાંથી એક આરોપી જૈકી એ જ વ્યક્તિ છે, જેણે સલમાન ખાનને સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી આપી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post