• Home
  • News
  • મંદાકિની મ્યુઝિક વીડિયો સાથે પુનરાગમન કરશે
post

મંદાકિનીએ આ કમબેક અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે તે લાંબા સમય થી સાજનને ઓળખે છે પરંતુ હવે અમને સાથે કામ કરવાનો મોકો મળ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-19 11:13:13

મુંબઈ: અભિનેત્રી મંદાકિની દાયકાઓ બાદ એક મ્યુઝિક વીડિયો સાથે શો બિઝનેસમાં ફરી હાજરી પુરાવશે. મંદાકિની રાજનકપુરની રામ તેરી ગંગા મૈલી ફિલ્મથી ઘરે ઘરમાં જાણીતું નામ બની ગઈ હતી પરંતુ કમનસીબે તે વન ફિલ્મ વન્ડર જ બનીને રહી ગઈ.

હવે તે પુત્ર રાબીલ ઠાકુર સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કરી રહી છે. આ વીડિયોમાં માતા -પુત્ર વિશેનું એક ગીત છે. મા ઓ માં ઈવા શબ્દો ધરાવતાં ગીત સાથે તેનો પુત્ર પણ ડેબ્યુ કરી રહ્યો છે. આ વીડિયોના દિગ્દર્શક સાજન અગ્રવાલે મંદાકિનીની ભૂમિકા ધરાવતી એક શોર્ટ ફિલ્મ બનવવાની પણ મહેચ્છા પ્રગટ કરી છે.

મંદાકિનીએ આ કમબેક અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે તે લાંબા સમય થી સાજનને ઓળખે છે પરંતુ હવે અમને સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. આ ગીતનું શૂટિંગ આ મહિનાને અંતે થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post