• Home
  • News
  • જયંતી ભાનુશાળી હત્યા કેસ : મનીષા ગોસ્વામી અને સુરજીત આશ્રમમાં ભક્તિમાં તલ્લીન રહેતા હતા
post

રૂા. 15 હજારના ભાડા પર પ્રયાગરાજમાં મકાન રાખ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 10:11:54

સુરત: કચ્છના ભાજપના માજી ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં પકડાયેલી મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ પ્રયાગરાજમાં હનુમાન મંદિરના આશ્રમમાં 2 માસ રોકાયા હતા. આશ્રમના સંચાલકોને શંકા ન જાય તે માટે બંને જણા સવાર-સાંજ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. વધુમાં મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉએ 15000નું મકાન ભાડે લઈને રહેતા હતા. બન્ને હત્યારાઓને પકડવામાં રેલવે એલસીબી પીએસઆઈ અને તેના સ્ટાફની મહત્વની ભૂમિકા છે.


તબેલો લઈ લેતાં ભાનુશાળી સાથે દુશ્મની :
મૂળ કચ્છની અને હાલમાં વાપી ખાતે રહેતી મનીષા ગોસ્વામી ગાય-ભેંસનો કચ્છમાં તબેલો હતો આ તબેલો જયંતિ ભાનુશાલીનો હતો. પરંતુ જંયતિ ભાનુશાલીની જોડે હનીટ્રેપને લઈને માથાકૂટ થઈ અને તેમાં ભાનુશાળીએ મનીષા ગોસ્વામી પાસેથી તબેલો પડાવી લીધો હતો. જેને લઈને મનીષાએ ભાનુશાળી સાથે દુશ્મનાવટ હતી. બીજી તરફ ભાનુશાળીનો દુશ્મન છબીલ પટેલે મનીષા ગોસ્વામીની સાથે જેલમાં મુલાકાત થઈ હતી. ત્યાર પછી ભાનુશાળીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.


મનીષાના મોબાઇલની કોલ ડિટેઇલ્સમાં હનીટ્રેપના મામલાઓ બહાર આવી શકશે :
મનીષા ગોસ્વામીએ ઘણા રાજકારણીઓને પોતાની માયાજાળમાં ફસાવ્યા છે અને હનીટ્રેપમાં ફસાવીને લાખો-કરોડોની રકમ પણ પડાવી હોવાની વાત છે. મનીષાના તમામ મોબાઇલ હેન્ડસેટ અને મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ્સની તપાસ કરાય તો હનીટ્રેપના મોટા મામલાઓ સામે આવી શકે છે. હનીટ્રેપમાં મનીષા ભલભલાને પાણીમાં ઉતારીને પૈસા પડાવતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post