• Home
  • News
  • મનમોહન સિંહે કહ્યું- મોદી સરકાર મંદી સ્વીકારતી જ નથી; તેઓ આને સમસ્યા માનતા જ નથી તો ઠીક કરવાનો ઉપાય પણ નહીં શોધે
post

પી. ચિદમ્બરમે કહ્યું- દરેક સૂચંકઆંક એ જ દર્શાવે છે કે, અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે, આ સંજોગોમાં નાણાંમંત્રી સીતારમણે રાજીનામુ આપી દેવું જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 12:03:25

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે એક વાર ફરી અર્થવ્યવસ્થાના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનમોહન સિંહે બુધવારે કહ્યું છે કે, મોદી સરકાર એ સ્વીકાર નથી કરી શકતી કે ઈકોનોમીમાં સ્લોડાઉન છે. જોખમી વાત એ છે કે, જ્યારે તેમને સમસ્યા જ નથી ખબર તો તેઓ તેને ઠીક કરવાના ઉપાય પણ નહીં શોધી રહ્યા. મનમોહન સિંહે આ વાત યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાના પુસ્તક બેકસ્ટેજ: ધી સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયાઝ હાઈ ગ્રોથ ઈયર્સના વિમોચન વખતે આ વાત કહી હતી.

ખેડુતોની આવક 3 વર્ષમાં બમણી કેવી રીતે થશે તે સમજાતુ નથી
મનમોહન સિંહના જણાવ્યા પ્રમાણે, યોજના નીતિના પૂર્વ ઉપાધ્યક્ષે તેમના પુસ્તકમાં યુપીએ સરકારના સારા અને ખરાહ કામ વિશે લખ્યું છે. આ વિશે હંમેશા ચર્ચા થતી રહે છે. પરંતુ હાલની સરકાર મંદીની વાત સ્વીકારતી નથી. આ દેશ માટે સારી વાત ન કહેવાય. મોન્ટેક સિંહ 2014-25 સુધી 5 ટ્રિલિયન ડોલર મેળવવાના સરકારના દાવાને સકારાત્મક વિચાર ગણાવે છે. જોકે એ વાત સમજાતી નથી કે ત્રણ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કેવી રીતે થઈ જશે.

મોન્ટેક સિંહે એવું પણ કહ્યું છે કે, આપણે 8% વિકાસ દર માટે કામ કરવાનું છે. પરંતુ તે માટે નાણાકીય નીતિ વિશે બીજી વાર વિચારવું પડશે. તે માટે ટેક્સ સુધારણાને પણ કડક રીતે લાગુ કરવા પડશે. હું પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હારાવ, પી ચિદમ્બરમ અને મોન્ટેક સિંહનો આભારી છું, જેમણે 1990ના દાયકામાં અર્થવ્યવસ્થાને ઉપર લાવવામાં મારી મદદ કરી હતી.

અક્ષમ ડોક્ટરોના હાથમાં અર્થવ્યવસ્થાની સારવારની જવાબદારી
કાર્યક્રમ પેનલની ચર્ચા દરમિયાન પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે કહ્યું, પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાને આઈસીયુની જરૂર છે. મને લાગે છે કે, બીમાર અર્થવ્યવસ્થાને વ્હીલચેર પર બેસાડીને આઈસીયુમાં લઈ જવામાં આવી રહી છે. આઈસીયુની બહાર દર્દીઓને રોકવામાં આવે છે અને અક્ષમ ડોક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે.

સ્થિતિ એવી છે કે, દેશમાં બેરોજગારી વધી રહી છે. માંગમાં ઘટાડો છે તેમ છતા સરકાર કહી રહી છે કે, બધુ બરાબર છે. તેનો અર્થ એ છે કે આપણે અર્થવ્યવસ્થાના પુસ્તકોને ફરી ખોલવા જોઈએ. દરેક ઈન્ડિકેટર એ જ દર્શાવે છે કે, અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે. આ સંજોગોમાં જીડીપી ગ્રોથ 7-8 ટકા કેવી રીતે વધી શકે? મારી નાણાંમંત્રી નિર્મલા સીતારમણને સલાહ છે કે, તેઓ રાજીનામુ આપી દે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post