• Home
  • News
  • ઓસ્ટ્રેલિયામાં 41 હજાર ફૂટની ઊંચાઈએ એરોપ્લેનમાં લગ્ન કર્યા, ફ્લાઈટમાંથી ઊતર્યા બાદ ફોટોશૂટ કરાવ્યું
post

મેલબૉર્નથી સિડનીની ફ્લાઈટમાં ઈલેયન ટિયોન્ગ અને લ્યુક સેરડારે એક બીજાને રિંગ પહેરાવી અને ફ્લાવર્સ આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 11:32:31

પોતાના વેડિંગને એકદમ યુનિક અને યાદગાર બનાવવા કોને ન ગમે! ઓસ્ટ્રેલિયન કપલે તેમના વેડિંગને યાદગાર બનાવવા માટે આકાશની ઊંચાઈએ એકબીજાના થવાનો નિર્ણય લીધો. 41 હજાર ફૂટની ઊંચાઈએ થયેલા આ લગ્ન સોશિયલ મીડિયામાં છવાયેલા છે. વર્જિન એરલાઈન્સની ઓસ્ટ્રેલિયાના મેલબૉર્નથી સિડની માટે ઉડાન ભરેલી VA841માં ઈલેયન ટિયોન્ગ અને લ્યુક સેરડારે એક બીજાને રિંગ પહેરાવી અને ફૂલો આપ્યાં.

એક્ટ્રેસ ગોલ્ડસ્મિથે પાદરીની ભૂમિકા ભજવી
વેડિંગની ખાસ વાત એ હતી કે એક્ટ્રેસ ટોટી ગોલ્ડસ્મિથે લગ્ન કરાવવા માટે પાદરીની ભૂમિકા ભજવી હતી. ફ્લાઈટમાં એર હોસ્ટેસે લગ્નનું અનાઉન્સમેન્ટ કર્યું. બાકીના 150 યાત્રીકો માટે પણ આ વાત નવાઈની હતી. વર્જિન એરલાઈનમાં આ પ્રકારની અનેક રોમાંચક ઘટનાએ બની ચૂકી છે. લગ્ન માટે પ્રપોઝ કરવાની સાથે ફ્લાઈટમાં ફેશન શૉનું પણ આયોજન થઈ ચૂક્યું છે.

ફ્રેન્ડ્સનો આઈડિયા અમલી બનાવ્યો
વર્જિન એરલાઈન્સના માલિક રિચર્ડ બ્રેન્સને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ વેડિંગની તસવીરો શેર કરી છે. આ લગ્ન ઈલેયનના હતા જે એક વેડિંગ પ્લાનર છે. ઈલેયન કહે છે કે, તેણે અનેક લોકોનાં લગ્ન વિવિધ રીતે કરાવ્યા છે, પરંતુ તે પોતાના લગ્ન એકદમ યુનિક રીતે કરવા માગતી હતી. ઈલેયનના પાર્ટનર લ્યુકને હરવા ફરવાનો અને ફ્લાઈટમાં સફર કરવાનો ખૂબ શોખ છે. તેના ફ્રેન્ડ્સે સજેસ્ટ કર્યું કે ઈલેયને એરોપ્લેનમાં લગ્ન કરવા જોઈએ. તેને પણ આ આઈડિયા ખૂબ ગમ્યો.

લ્યુકે જણાવ્યું કે, પહેલાં તેમનો આઈડિયા 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાનો હતો, પરંતુ ત્યારે વિક્ટોરિયા શહેરમાં લોકડાઉનના કારણે તેમને વેડિંગ પોસ્ટપૉન કરવા પડ્યા. જોકે કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે નવયુગલને ફ્લાઈટમાં કિસ કરવાની મંજૂરી નહોતી મળી. ફ્લાઈટમાં તેમણે માસ્ક લગાવીને જ રાખ્યો હતો. સિડની પહોંચ્યા બાદ તેમણે માસ્ક ઉતાર્યો અને ફોટોશૂટ કરાવ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post