• Home
  • News
  • મારૂતિએ વિશ્વમાંથી સિઆજ, અર્ટિગા અને એક્સએલ 6 મોડલની 63493 કારને રિકોલ કરી
post

મારૂતિએ ભારત સહિત વિશ્વમાંથી સિઆજ, અર્ટિગા અને એક્સએલ6 મોડલની 63,493 કાર રિકોલ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 16:18:32

નવી દિલ્હીઃ મારૂતિએ ભારત સહિત વિશ્વમાંથી સિઆજ, અર્ટિગા અને એક્સએલ6 મોડલની 63,493 કાર રિકોલ કરી છે. આ બધી પેટ્રોલ સ્માર્ટ હાઈબ્રિડ(એસએચવીએસ) વેરિઅન્ટ વાળી કાર છે. તેની મોટર જેનરેટર યુનિટ(એમજીયુ)માં ખામી હોવાની શકયતા છે. કંપનીએ શુક્રવારે આ માહિતી આપી છે.

આ વર્ષે એક જાન્યુઆરીથી 21 નવેમ્બર સુધી મેન્યુફેકચરિંગ થયેલી કાર રિકોલમાં સામેલ છે. કંપનીનું કહેવું છે કે જે કારમાં ખામી હશે તેને પાર્ટ્સ બદલવા માટે થોડો સમય રાખવામાં આવશે. આ સર્વિસ ફ્રીમાં આપવામાં આવશે. જે કારમાં ખામી હશે નહિ, તેને તાત્કાલિક પરત કરવામાં આવશે. કંપનીએ ગ્રાહકો સાથે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે.

ગ્રાહક ઓનલાઈન પણ જાણી શકે છે કે તેમની કાર રિકોલમાં સામેલ છે કે નહિ. તેના માટે કંપનીની વેબસાઈટ marutisuzuki.comના ટોપ પર ઈમ્પોર્ટન્ટ કસ્ટમર ઈન્ફો ટેબ પર જઈને ગાડીનો ચેસિસ નંબર નાંખીને ચેક કરી શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post