• Home
  • News
  • MCD ચૂંટણી 2022: AAPએ જાહેર કર્યો પોતાનો મેનિફેસ્ટો, CM કેજરીવાલે આપી આ 10 ગેરંટી
post

BJP દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 20થી વધુ બેઠકો જીતી શકશે નહીઃ કેજરીવાલ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-11 17:02:48

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજન અરવિંદ કેજરીવાલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(MCD) ની ચૂંટણી માટે આજે AAPનું મેનિફેસ્ટો બહાર પાડ્યું છે. કેજરીવાલે AAP હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન MCD માટે કેજરીવાલની '10 ગેરંટી' આપી છે. 

CM કેજરીવાલે આજે 4 ડિસેમ્બરના રોજ યોજાનાર MCD ચૂંટણી માટે AAPની 10 ગેરંટીઓની જાહેરાત કરી હતી. તેમાં દિલ્હીની ત્રણેય લેન્જફિલ સાઈટ્સની સફાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનો અંત કરવો અને કોર્પોરેશનના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવાનો જેવી ગેરંટીઓનો સમાવેશ થાય છે.

કેજરીવાલે કહ્યું હતું કે, BJPMCDમાં પોતાના 15 વર્ષના કાર્યકાળમાં કંઈ કાર્ય કર્યું નથી, ત્યારે AAP હંમેશા પોતાના વચનો પૂરા કરે છે. તેમણે દાવો કર્યો હતો કે BJP દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 20થી વધુ બેઠકો જીતી શકશે નહીં. દિલ્હીના 250 વોર્ડ કોર્પોરેશન માટે 4 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને મતગણતરી 7 ડિસેમ્બરના રોજ થશે. 

MCD ચૂંટણી માટે AAPની 10 ગેરંટી

1. દિલ્હીને સાફ અને સુંદર બનાવીશું અને કચરાના પહાડોનો અંત કરીશું. દિલ્હીમાં કચરાના નવી પહાડ નહીં રચાય. લંડન અને ટોકિયોના નિષ્ણાતોની મદદથી અમે કચરાના મેનેજમેન્ટની વ્યવસ્થા કરીશું. 

2. વસૂલી વ્યવસ્થાને બંધ કરીશું. MCDને ભ્રષ્ટાચાર મુક્ત બનાવશું. ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરીશું. 

3. પાર્કિંગની સમસ્યાનું હલ કરીશું. 

4. રસ્તાઓ પર રખડતા પશુઓની સમસ્યા હલ કરીશું. 

5. દિલ્હીમાં શેરીઓ અને રસ્તાઓને સુધારીશું. 

6. મ્યુનિસિપાર્ટીની તમામ હોસ્પિટલો અને દવાખાનાઓની હાલત સુધારીશું. 

7. મ્યુનિસિપાર્ટીના તમામ ઉદ્યાનોને સુંદર બનાવીશું અને દિલ્હીને ઉદ્યાનોની રાજધાની બનાવીશું. 

8. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે અને તેમને 7માં પગાર પંચ હેઠળ પગાર મળશે. 

9. વેપારીઓ માટે લાયસન્સ પ્રક્રિયા સરળ બનાવીશું. ઈન્સ્પેક્ટર રાજનો અંત કરીશું અને અન્ય સમસ્યાઓમાંથી પણ મુક્તિ આપીશું.  

10. સ્ટ્રીટ વેન્ડર્સની સમસ્યાઓના નિરાકરણ માટે વેન્ડિંગ ઝોન બનાવીને તેમને લાઈસન્સ આપીશું. 

આ દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, BJPMCDને બરબાદ કરી નાંખ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે MCDમાં આ વખતે BJPને 20થી પણ ઓછી બેઠકો મળશે. આ વાત લખીને આપી શકું છું. 

કેજરીવાલે દિલ્હીવાસીઓને ભાવુક અપીલ કરતા કહ્યું હતું કે યોગા બંધ કરનારોએ વોટ ન આપતા પરંતુ યોગ કરનારાઓને વોટ આપજો. લડનારાઓને વોટ ના આપતા પરંતુ સ્કૂલ બનાવનારાઓને વોટ આપજો, દિલ્હીને રોકનારાઓને વોટ ન આપતા પરંતુ દિલ્હી ચલાવનારાઓને વોટ આપજો. 

ચૂંટણીના પરિણામો 7 ડિસેમ્બરના રોજ આવશે 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મ્યુનિસિપાર્ટી કોર્પોરેશનના 250 વોર્ડ માટેની બહુપ્રતિક્ષિત ચૂંટણી નવેસરથી સીમાંકન બાદની પ્રથમ નાગરિક ચૂંટણી હશે. દિલ્હીમાં 4 ડિસેમ્બરના રોજ મતદાન થશે જ્યારે મત ગણતરી 7 ડિસેમ્બરના રોજ થશે. ત્યારે 14 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 

ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, હાલમાં દિલ્હીના કુલ મતદારોની સંખ્યા 1,46,73,847 છે. તેમાં 79,86,705 પુરૂષો અને 66,86,081 મહિલાઓ તથા 1,061 ટ્રાન્સજેન્ડર મતદારો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 250 વોર્ડ છે. 

આ વખતે મતદાન મથકોની સંખ્યા આશરે 13,665 હશે, જ્યારે 2017માં મતદાન મથકોની સંખ્યા 13,138 હતી. અધિકારીઓના પ્રમાણે ચૂંટણીમાં કોઈ ઉમેદવાર દ્વારા ખર્ચની મહત્તમ મર્યાદા 8 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

વર્ષ 1958માં સ્થપાયેલ MCDને વર્ષ 2012માં મુખ્યમંત્રી શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તાજેતરમાં ત્રણેય નાગરિક સંસ્થાઓને એક કરી ફરીથી મર્જ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post