• Home
  • News
  • મળો ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમન ડોક્ટરને, પોતાના જ બાળકની માતા અને પિતા બનશે
post

જન્મે પુરુષ એવા ડો.જેસનૂરને ધીરે ધીરે અહેસાસ થવા લાગ્યો હતો કે તેમનામાં સ્ત્રી જેવા લક્ષણો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 11:59:08

ગુજરાતની ડો. જેસનૂર દાયરા એક ટ્રાન્સ વુમન છે. તેમનો જન્મ તો પુરુષના રૂપમાં થયો હતો, પરંતુ તેઓ ખુદને મહિલા માનતી હતી. પરંતુ તેઓ જલ્દી જ સેક્સ ચેન્જની સર્જરી કરાવવાના છે. પરંતુ આવુ કરતા પહેલા તેમણે પોતાના સીમન ફ્રીઝ કરાવી લીધા છે. જેથી તેઓ તેના દ્વારા સંતાન પેદા કરી શકે અને માતા બનીને સારી રીતે તેની સંભાળ રાખી શકે. 

ડો.જેસનૂરે (jesnoor dayara) હાલમાં જ રશિયાને એક યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી લીધી છે. ગુજરાતની પ્રથમ ટ્રાન્સ જેન્ડર મહિલા ડોક્ટરો હોવાનો તેઓ ગર્વ અનુભવે છે. તેમનો જન્મ ગોધરામાં થયો હતો. જેના બાદ તેઓ ડોક્ટરની ડિગ્રી માટે રશિયા ગયા હતા. તે દરમિયાન તેમને અહેસાસ થયો કે, તેઓ ભલે પુરુષ જેવા દેખાતા હોય, પરંતુ તેમના લક્ષણો મહિલા જેવા છે. પોતાના પરિવારને આ વાત કહેવા તેઓ સંકોચ અનુભવતા હતા. પરંતુ આખરે તેમણે હિંમત કરીને આ વાતની જાહેરાત કરી હતી. 

તેઓ કહે છે કે, આખરે મેં મારું અસલી સ્વરૂપ ઓળખ્યું અને એક મહિલા તરીકે રહેવા માટે હિંમત દાખવી છે. જે મારા આઝાદી મળવા જેવું છે. હવે હું મારી ઈચ્છાઓ મુજબ જીવન જીવવા માંગું છું. હવે મને મારા પરિવાર અને સમાજનું સમર્થન મળવા લાગ્યું છે. 

આ વર્ષે ડો. જેસનૂર દાયરા સેક્સ ચેન્જ (trans woman doctor) કરાવીને મહિલા બની જશે. પરંતુ તે પહેલા તેમણે મહિલા તરીકે રહેવાની રીતભાત અપનાવી લીધી છે. ડો.જેસનૂર સંપૂર્ણ રીતે મહિલા બનીને જીવવા માંગે છે. પોતાના સંતાનને પેદા કરીને માતા બનવા માંગે છે. માતા બનતા જ તેમના તમામ સપના પૂરા થઈ જશે.

આગોતરા પ્લાનિંગ સાથે ડો.જેસનૂર સેક્સ ચેન્જિંગની પ્રોસેસ કરાવશે. તથા સેક્સ ચેન્જ બાદ પેદા થનારું સંતાન જૈવિક તરીકે તેમનું જ સંતાન હશે. કારણ કે, પિતા તરીકે તેમના સીમનમાં રહેલા સ્પર્મથી બાળક પેદા થશે. આ સ્પર્મનું ડોનર એગ સાથે મિલન કરાવીને સેરોગેટ માતાના ગર્ભમાં પ્લાન્ટ કરવામાં આવશે. બાળકના જન્મ બાદ ડો.જેસનૂર તેને દત્તક લેશે અને માતા તરીકે તેનો ઉછેર કરશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post