• Home
  • News
  • જાણો કોણ છે માનસી નાયક? લોકો ઐશ્વર્યા રાય સાથે કરી રહ્યા છે તુલના, જુઓ Pics
post

ટીક ટોક સિવાય માનસી ઇન્સ્ટાગ્રામ પર પણ તસવીરો અને વીડિયો સતત શેર કરતી રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 16:12:15

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની ફેન ફોલોવિંગ દુનિયાભરમાં છે. ઐશ્વર્યાની સ્ટાઇલ કોપી કરનારાની સંખ્યા ઓછી નથી. હાલમાં એક મરાઠી એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ મરાઠી એક્ટ્રેસનુ નામ માનસી નાયક છે. માનસી ટીક ટોક પર ખુબ જ પ્રખ્યાત છે.

 

ઇન્ટરનેટ પર લોકો તેને ઐશ્વર્યા રાયની કોપી ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ ઐશ્વર્યા અને માનસી વચ્ચે કોઇ ભેદ પાડવામાં સમર્થ નથી. લોકો તેને ઐશ્વર્યા રાયની શરૂઆતના દિવસો ગણાવી રહ્યા છે. ટીક ટોક સિવાય માનસી ઇન્સ્ટાગ્રામ પર પણ તસવીરો અને વીડિયો સતત શેર કરતી રહે છે.

 

માનસીની તાજેતરમાં એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમા લોકો તેને જોધા અકબરની ઐશ્વર્યા ગણાવી રહ્યા છે. માનસી તદ્દન ઐશ્વર્યા જેવી જ લાગી રહી છે. કોઇ માનસીને ડુપ્લીકેટ તો કોઇ કાર્બન કોપી ગણાવી રહ્યું છે. માનસીના ઇન્સ્ટાગ્રામ પર 9,43,537 ફોલોઅર્સ છે. ત્યાં જ ટીક ટોક પર માનસીના 4 મિલિયન ફોલોઅર્સ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post