• Home
  • News
  • મહેસાણામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવાને શાળાએ જતી કિશોરીને ઉઠાવી પાર્કમાં દુષ્કર્મ આચર્યુ
post

હૈદારબાદ ગેંગ રેપના ચારેય આરોપીઓના એન્કાઉન્ટમાં ઠાર મરાવાની ઘટના વચ્ચે રાજ્યમાં ફરી એક વાર દુષ્કર્મની ઘટના સામે આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 12:02:45

મહેસાણા : હૈદારબાદ ગેંગ રેપના ચારેય આરોપીઓના એન્કાઉન્ટમાં ઠાર મરાવાની ઘટના વચ્ચે રાજ્યમાં ફરી એક વાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મહેસાણામાં શાળાએ જઈ રહેલી 15 વર્ષની કિશોરીને  એક તરફી પ્રેમમાં પાગલ યુવકે બળજબરીપૂર્ક રીક્ષામાં બેસાડી અને વિસનગરના તિરૂપતિ નેચરલ પાર્કમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. શાળાએ જવાનો ઇન્કાર કરતી કિશોરીને જ્યારે તેની માતાએ સમગ્ર હકીકત પૂછી ત્યારે સમગ્ર ઘટના ખુલ્લી પડી હતી.

બનાવની વિગત એવી છે કે ગત 22 નવેમ્બરે બપોરે ઘરેથી 11.45 વાગ્યે રીક્ષામા શાળાએ પહોચી ત્યારે બહાર ઉભેલા દેલાવસાહતના અજય દેવીપુજકે તેને બળજબરી પૂર્વક અટકાવી ધમકીઓ આપીને રીક્ષામા માનવઆશ્રમ ચોકડી લઇ ગયો હતો. અજય તેને બસમા બેસાડીને વિસનગર તિરૂપતિ નેચરલ પાર્ક લઇ ગયો હતો અને ત્યાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

એક મહિના અગાઉ અજયે કિશોરીને ચીઠ્ઠી મોકલી હતી.જેમા હું તને પ્રેમ કરૂ છુ.તુ મને મળવા આવ નહી તો હું મરી જઇશ તેવુ લખેલ હોઇ કિશોરી ડરી ગઇ હતી અને તેમના મહોલ્લાની પાછળ અજયને મળવા ગયેલી અને અનેક વખત બ્લેક મેઈલ કરતો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post