• Home
  • News
  • મેહુલ ચોક્સીનું નામ ઇન્ટરપોલ રેડ નોટિસ લિસ્ટમાંથી પાછું ખેંચ્યું:PNB કૌભાંડના આરોપીએ કરી હતી અપીલ, CBIએ મૌન સેવ્યું
post

ઈન્ટરપોલના સભ્ય દેશોને પોતાના કાયદાને જોઈ નક્કી કરવાનું હોય છે કે સંબંધિત વ્યક્તિની ધરપકડ કરવી છે કે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-21 19:45:47

ઈન્ટરપોલે ભારતના ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીનું નામ રેડ નોટિસની લિસ્ટમાંથી હટાવી દીધું છે. મેહુલે રેડ નોટિસ (સામાન્ય રીતે રેડ કોર્નર નોટિસ) વિરુદ્ધ ઈન્ટરપોલના લિયોન હેડક્વાર્ટરમાં અપીલ કરી હતી. આ કેસમાં અત્યારસુધી CBI તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. ચોકસી પર પીએનબીમાં 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. હાલ તે ફરાર છે.

195 દેશ ઈન્ટરપોલના સભ્યો છે. કાયદાકીય રીતે ઈન્ટરપોલની રેડ નોટિસ કોઈપણ આરોપી વિરુદ્ધ એલર્ટનું સૌથી મોટું સ્વરૂપ છે. રેડ નોટિસ જાહેર થવા પર સંબંધિત વ્યક્તિને અસ્થાયી રીતે કસ્ટડીમાં લઈ શકાય છે. અસ્થાયી રીતે જ ધરપકડ કરી શકાય છે. એ પછી જે દેશમાં તેની ધરપકડ કરવામાં આવી હોય ત્યાં એ દેશના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તેને તે દેશના હવાલે (પ્રત્યાર્પણ) કરી દેવામાં આવે છે, જે દેશમાં તે વોન્ટેડ હોય છે.

શું હોય છે રેડ નોટિસ?
ઈન્ટપોલ મુજબ, રેડ નોટિસ અથવા રેડ કોર્નર નોટિસ વિશ્વભરની લો એન્ફોર્સમેન્ટના નામે એક અપીલ હોય છે, જેમાં કોઈ વ્યક્તિને શોધવા અથવા અસ્થાયી રીતે ધરપકડ કરવાની માગ હોય છે. રોડ નોટિસ એ લોકોના નામે બહાર પડાય છે જેમનું પ્રત્યાર્પણ, સરેન્ડર અથવા તેના જેવી કોઈ કાર્યવાહી બાકી હોય. રેડ નોટિસનો અર્થ ધરપકડ વોરંટ નથી હોતું.

ઈન્ટરપોલના સભ્ય દેશોને પોતાના કાયદાને જોઈ નક્કી કરવાનું હોય છે કે સંબંધિત વ્યક્તિની ધરપકડ કરવી છે કે નહીં. દેશો તરફથી આપવામાં આવેલી જાણકારીના આધારે ઈન્ટરપોલ જનરલ સેક્રેટેરિયેટ દ્વારા રેડ નોટિસ લિસ્ટને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે.

કેમ રેડ નોટિસ પાછી ખેંચાઈ?
ચોક્સી 2018માં દેશ છોડી ભાગી ગયો હતો. 10 મહિના પછી તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી. ત્યાં સુધી તે એન્ટીગુઆ અને બારમૂડામાં છુપાયેલો હતો. બાદમાં તેને ત્યાંની નાગરિકતા મળી ગઈ હતી. ચોકસીએ CBIની એપ્લિકેશનના જવાબમાં દલીલ આપી હતી કે ભારતમાં જેલોની સ્થિતિ દયનીય છે. ત્યાં તેના જીવને જોખમ હોઈ શકે છે. ઉપરાંત તેને સ્વાસ્થ્ય સંબંધિત દલીલો પણ આપી હતી.

ઈન્ટપોલના પાંચ સભ્યની કમિટીએ તેના પર સુનાવણી કરી હતી. તેને કમિશન ફોર કન્ટ્રોલ ફાઈલ્સ કહેવામાં આવે છે. આ કોર્ટની લીગલ કમિટીને અધિકાર હોય છે કે તે કોઈપણ શખસ અથવા આરોપી વિરુદ્ધની રેડ નોટિસને રદ કરી શકે છે.

ડોમિનિકાની જેલમાં ચોકસીએ 51 દિવસ પસાર કર્યા હતા
CBI
ની ચાર્જશીટમાં ચોક્સી ઉપરાંત નીરવ મોદીનું પણ નામ છે. ચોકસી મે, 2021માં એન્ટીગુઆથી ફરાર થઈ પાડોશી દેશ ડોમિનિકા પહોંચ્યો હતો. અહીં તેની ધરપકડ કરવામાં આવી હતી. CBIની એક ટીમ તેના પ્રત્યાર્પણ કરાવવા માટે ડોમિનિકા પહોંચી હતી, પરંતુ એ પહેલાં જ બ્રિટિશ ક્વીનની પ્રિવી કાઉન્સિલ તરફથી તેને રાહત મળી ગઈ હતી. બાદમાં તેને ફરીથી એન્ટીગુઆના હવાલે કરી દેવામાં આવ્યો. જોકે ડોમિનિકાની જેલમાં 62 વર્ષીય ચોક્સીએ 51 દિવસ પસાર કર્યા હતા.

અહીં તેણે દલીલ આપી હતી કે તે એન્ટીગુઆ જઈને ત્યાંના એક ન્યુરોલોજિસ્ટ પાસેથી ટ્રીટમેન્ટ કરાવવા માગે છે. એન્ટીગુઆ પહોંચ્યા પછીના કેટલાક દિવસ પછી ડોમિનિકાની કોર્ટે ચોક્સી વિરુદ્ધ કેસ પણ રદી કરી દીધો હતો.

7 વર્ષ પછી પીએનબી કૌભાંડનો ઘટસ્ફોટ થયો
નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચના અધિકારીની મિલીભગતને કારણે 14 હજારથી વધુનું કૌભાંડ કરવાનો આરોપ છે. 2011થી 2018 વચ્ચે ફેક લેટર ઓફ અન્ડરટેકિંગ્સ (એલઓયુ) દ્વારા રકમ વિદેશના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post