• Home
  • News
  • અનુ મલિક ફરી થયો 'ઇન્ડિયન આઇડલ'માંથી બહાર
post

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 11માં જજ બનીને નજર આવતા મ્યૂઝિક ડિરેક્ટર અનુ મલિક ફરી એક વખત શોમાંથી બહાર આવી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-22 13:02:59

મુંબઇ: સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 11માં જજ બનીને નજર આવતા મ્યૂઝિક ડિરેક્ટર અનુ મલિક (Anu Malik) ફરી એક વખત શોમાંથી બહાર આવી ગયો છે. #MeTooનાં આરોપ સહન કરી રહેલો અનુ મલિક આ શોમાં જજ બનવા પર સિંગર સોના મહાપાત્રા (Sona Mohapatra) ખૂબ જ વિરોધ કર્યો હતો. અનુ મલિક પર સોના મહાપાત્રા, શ્વેતા પંડિત (Shweta Pandit) સહિત ઘણી યુવતીઓએ શારીરિક છેડતીનો આરોપ લગાવ્યો હતો. એવામાં સોના મહાપાત્રાએ તેને શોમાંથી બહાર કરવા પર સોશિયલ મીડિયા પર જંગ ચલાવી હતી.

સોનાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું કે, 'આ ખૂબજ સારા સમાચાર છે. સોની ચેનલને ઘણો સમય લાગ્યો આ નિર્ણય લેવામાં પણ હું ખૂશ છું કે આખરે તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો. આ આખા દેશની લડાઇ હતી. એવા ઘણાં લોકો છે જે આ વ્યક્તિ (અનુ મલિક)ને આ શોમાં જોવા નથી માંગતા. આવા લોકો નેશનલ ટીવી પર આવીનેએવો સંદેશ ફેલાવતા હતાં કે તેઓ કંઇપણ કર્યા બાદ પણ આગળ સહેલાઇથી વધી શકે છે.'

સોના વધુમાં કહે છે કે, 'હું સત્ય અને ન્યાયની લડાઇ લઇ રહી છું. આ ખબર વાચ્યા બાદ મને લાગે છે કે દરેકની જીત થઇ છે. ફક્ત મારી નહીં તે દરેક મહિલાઓની જે આ વ્યક્તિ દ્વારા પ્રતાડિત થઇ હતી. અમારી લડાઇ પૂર્ણ થઇ નથી. આ તો ફક્ત શરૂઆત છે. 'આપને જણાવી દઇએ કે, અનુ મલિકનાં નિવેદન અનુસાર તેણે આ શોથી પોતાને જાતે જ અલગ કરી દીધો છે. આ કામ માટે તેને ચેનલે કોઇ જ ફોર્સ કર્યો નથી. પણ આ આખા સમયમાં ચેનલે તેને ખૂબજ સપોર્ટ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, સોનાએ પહેલી વખત અનુ મલિકનું નામ લઇને #MeTooનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ અનુ મલિકને ઇન્ડિયન આઇડલ-10ની જજની ખુરશી છોડવી પડી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post