• Home
  • News
  • મેક્સિકોના શ્રાપિત દિવસે હજારોના જીવ બચ્યા:ભૂકંપની વરસી મનાવવા લોકો રસ્તા પર ઉતર્યા, ત્યારે જ 7.6ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો; એકનું મોત
post

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર, 3 મીટર ઊંચા મોજા મેક્સિકો સાથે અથડાઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-20 19:03:16

મેક્સિકોના પશ્ચિમી કિનારે સોમવારે એટલે કે 19 સપ્ટેમ્બરે ફરીથી ભૂકંપ આવ્યો. બપોરે 1 વાગ્યે (ભારતીય સમય મુજબ 11:30 વાગ્યે) આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.6 નોંધાઈ. આ ભૂકંપ ત્યારે આવ્યો, જ્યારે લોકો રસ્તા પર નીકળીને 1985 અને 2017માં આવેલા બે ભૂકંપની વરસી મનાવી રહ્યાં હતા. લોકો ભૂકંપની મોક ડ્રિલ કરી રહ્યાં હતા અને ઘરમાંથી બહાર હતા. તેથી ભૂકંપના કારણે એક જ વ્યક્તિનું મોત નિપજ્યું. જો કે અનેક ઈમારતોને નુકસાન થયું છે.

આ પહેલા 19 સપ્ટેમ્બર 1985નાં રોજ મેક્સિકો સિટીમાં 8.1ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો જેમાં 10 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને સેંકડો ઈમારતને નુકસાન થયું હતું. 2017માં આ દિવસે જ 7.1ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ 370 લોકો માર્યા ગયા હતા. આ કારણ જ છે કે 19 સપ્ટેમ્બરના દિવસે અહીંના લોકો શ્રાપિત ગણાવે છે.

1985માં ભૂકંપમાં 10 હજાર લોકો મૃત્યુ પામ્યા
19
સપ્ટેમ્બર 1985નાં રોજ મેક્સિકો સિટીમાં 8.1ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા બે મિનિટ સુધી રહ્યાં, પરંતુ લગભગ 3 હજાર કિમી દૂર લોસ એન્જિલિસ સુધી અનુભવાયા. આ ભૂકંપમાં 10 હજારથી વધુ લોકોના જીવ ગયા હતા, 30 હજાર લોકો ઘાયલ થયા જ્યારે લગભગ 2.50 લાખ લોકો બેઘર થઈ ગયા હતા. 400થી વધુ ઈમારતો પડી ગઈ અને હજારોનું નુકસાન થયું. બીજા દિવસે આફ્ટરશોકની તીવ્રતા 7.5 નોંધાઈ હતી.

2017માં આવ્યો હતો 7.1ની તીવ્રતાનો ભૂકંપ
મેક્સિકોમાં 19 સપ્ટેમ્બર 2017નાં રોજ 7.1ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર મેક્સિકો સિટીથી લગભગ 160 કિમી દૂર હતું. આ ભૂકંપમાં લગભગ 40 ઈમારતો પડી ગઈ હતી. અનેક કાર કાટમાળમાં દબાઈ ગઈ જેમાં અનેક લોકો ફંસાયા હતા. આ ભૂકંપમાં લગભગ 370 લકોોના મોત થયા હતા.

3 મીટર ઊંચા સુનામી મોજાની ચેતવણી
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર, 3 મીટર ઊંચા મોજા મેક્સિકો સાથે અથડાઈ શકે છે. પહેલાં પણ મંજાનિલો અને એકાપુલ્કો જેવા સમુદ્ર કિનારાનાં શહેરોમાં આવા મોજા અથડાઈ ચૂક્યા છે. કોલંબિયા, કોસ્ટા રિકા, એક્વાડોર, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, નિકારાગુઆ, પનામા અને પેરુના પ્રશાંત કિનારે 0.3 મીટરથી ઓછા મોજા આવી શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post