• Home
  • News
  • મેક્સિકોએ 311 ભારતીયોને પાછા મોકલ્યાં
post

અમેરિકાની ધમકી બાદ મેક્સિકોના માઇગ્રેશન અધિકારીઓએ 311 ભારતીયોને પાછા મોકલી દીધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-17 16:58:04

મેક્સિકો સીટી: અમેરિકાની ધમકી બાદ મેક્સિકોના માઇગ્રેશન અધિકારીઓએ 311 ભારતીયોને પાછા મોકલી દીધા છે. આરોપ છે કે તે લોકો ગેરકાયદે રીતે મેક્સિકોની બોર્ડરમાથી અમેરિકામાં ઘૂસવાની કોશિષ કરી રહ્યા હતા. તેમાં એક મહિલા પણ સામેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં મેક્સિકો બોર્ડર પર ઘુસણખોરીને ડામવા માટે સુરક્ષા વધારવાની વાત કહી હતી. તેમણે ધમકી આપી હતી કે જો મેક્સિકો આમ નહીં કરે તો આયાત થનારા સામાન પર ટેરિફ વધારી દેવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નેશનલ માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટએ બુધવારે નિવેદન જાહેર કર્યું. તેમાં કહેવામાં આવ્યું કે જે ભારતીયો પાસે દેશમાં નિયમિત રૂપથી રહેવાની મંજૂરી નથી તેમને તોલૂકા એરપોર્ટથી નવી દિલ્હી મોકલવામાં આવ્યા છે. આ લોકોને ઓક્સાકા, કેલિફોર્નિયા, વેરાક્રૂઝ, ચિયાપાસ, સોનોરા, મેક્સિકો સીટી, ડુરંગો અને ટૈબાસ્કો રાજ્યના ઇમિગ્રેશન અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા હતા.

2018માં ચાર લાખ લોકોને બોર્ડર પાર કરતા પકડવામાં આવ્યા હતા
અમેરિકાના કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓ પ્રમાણે 2000માં 16 લાખથી વધારે લોકોને બોર્ડર ક્રોસ કરતા પકડવામાં આવ્યા હતા. 2018માં ચાર લાખ લોકોને પકડવામાં આવ્યા. પરંતુ આ વર્ષે મે મહિના સુધી અમેરિકા-મેક્સિકો બોર્ડર પર છ લાખ લોકોને બોર્ડર પાર કરતા પકડવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post