• Home
  • News
  • MIએ RRને 7 વિકેટથી હરાવ્યું:મુંબઈ હારની હેટ્રિકથી બચ્યું, ડિકોકની મેચ વિનિંગ 70 રનની ઈનિંગ; આ સીઝનમાં મુંબઈની રન ચેઝમાં પ્રથમ જીત
post

IPLની છેલ્લી 3 મેચથી પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમે 171 રન બનાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-30 11:26:07

IPL 2021ની 24મી મેચ MI અને RR વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં મુંબઈએ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું છે. રાજસ્થાન વિરૂદ્ધની છેલ્લી 7 મેચમાં મુંબઈ હજુ સુધી 2 મેચ જીતી શક્યું છે. મુંબઈ આ સીઝનમાં પ્રથમવાર ટાર્ગેટ ચેઝ કરીને જીત્યું છે. MIની ટીમે અત્યારસુધી સતત 7 મેચમાં સફળ ટાર્ગેટ ચેઝ કર્યો છે. મુંબઈએ છેલ્લે 2020માં RCBને ટાર્ગેટ ચેઝમાં હરાવ્યું હતું. 

IPLમાં 171 રનનો અનોખો સંયોગ
IPL 2021
સીઝનની 22મી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે RCB અને DC વચ્ચે યોજાઈ હતી. જેમાં RCBએ પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. તો ત્યારપછીની 23મી મેચ CSK અને SRH વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. જેમાં હૈદરાબાદે 3 વિકેટના નુકસાને 171 રન બનાવ્યા હતા. આજે ગુરૂવારની મેચમાં પણ રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ દરમિયાન 4 વિકેટના નુકસાને 171 રન બનાવ્યા છે.

ક્રિસ મોરિસે 2 વિકેટ ઝડપી
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને 4 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. મુંબઈને મેચ જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો છે. જેના જવાબમાં મુંબઈએ 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે MIની પ્રથમ વિકેટ ઝડપી હતી. કેપ્ટન રોહિત શર્મા 17 બોલમાં 14 રન બનાવીને આઉટ કર્યો હતો. તેઓએ ડિકોક સાથે 49 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. ત્યારપછી સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 16 રન બનાવીને ક્રિસ મોરિસનો શિકાર થયો હતો.

રાહુલ ચહરે RRના બન્ને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા
રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને 27 બોલમાં 42 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. શિવમ દુબેએ પણ કેપ્ટન સાથે મળીને રાજસ્થાનની ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવા માટે યોગદાન આપ્યું હતું. એણે 31 બોલમાં 35 રન બનાવ્યા હતા, જેમાં 2 ફોર અને 2 સિક્સ મારી હતી. મુંબઈના લેગ સ્પિનર રાહુલ ચહરે 2 વિકેટ ઝડપી હતી. એણે જોસ બટલર અને યશસ્વી જયસ્વાલને આઉટ કર્યા હતા. રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે 20 બોલમાં 32 રન બનાવ્યા હતા. જ્યારે જોસ બટલરે 32 બોલમાં 41 રન બનાવ્યા હતા. બટલરે એની ઈનિંગમાં 3 ફોર અને 3 સિક્સ મારી હતી.

યશસ્વી-બટલરે રાજસ્થાનને મજબૂત શરૂઆત અપાવી હતી
રાજસ્થાને પાવર પ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 47 રન કર્યા હતા. મુંબઈ તરફથી પાંચમી ઓવર જયંત યાદવે કરી હતી. જેમાં બટલરે 13 રન માર્યા હતા. આ ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર બટલરે 1 ફોર અને 1 સિક્સ મારી હતી. ત્યાર પછી પાવર-પ્લેની અંતિમ ઓવર નેથન કુલ્ટર નાઈલે કરી હતી. જેમાં યશસ્વીએ 1 ફોર અને 1 સિક્સ મારીને 14 રન બનાવ્યા હતા.