• Home
  • News
  • MIએ 8 વિકેટથી RRને હરાવ્યું:મુંબઈના બેટર ઈ'શાનદાર' કિશને સિક્સ મારી મેચ જીતાડી; 25 બોલમાં ફિફ્ટી પણ પૂરી કરી, ટીમ પ્લેઓફની રેસમાં યથાવત
post

મુંબઈના બોલર્સે બેક ટુ બેક વિકેટ લઈને રાજસ્થાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:26:41

IPL-2021 ફેઝ-2માં આજે મંગળવારે પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં MIના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાનની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 90 રન કર્યા હતા. જેને મુંબઈ ઈન્ડિયન્સે ઈશાનની ફિફ્ટીની સહાયથી ચેઝ કરી, 70 બોલ પહેલા 8 વિકેટથી મેચ જીતી લીધી હતી

રાજસ્થાનની ખરાબ શરૂઆત

·         ટોસ હાર્યા પછી રાજસ્થાનની ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. તેવામાં 50 રનના સ્કોર પર રાજસ્થાનની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

·         રાજસ્થાનની પહેલી વિકેટ 27 રન પર પડી હતી, જેમાં યશસ્વી જયસ્વાલ 12 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

·         જોત-જોતામાં રાજસ્થાનની ટીમે એવિન, સંજૂ, શિવમ દૂબે, ગ્લેન ફિલિપ્સ તથા રાહુલ તેવટિયાની વિકેટ ગુમાવી દીધી હતી.

·         મુંબઈના બોલર્સે બેક ટુ બેક વિકેટ લઈને રાજસ્થાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.

·         RRની ટીમે ( 90/9 ) આ સીઝનનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. રાજસ્થાનની ટીમ પહેલા RCBએ કોલકાતા સામે 92 રન કર્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post