• Home
  • News
  • ખેડૂત મહાપંચાયતમાં ભીડ ભેગી થવાનું કારણ Mia Khalifa? BJP નેતાએ ટ્વીટ કરીને કર્યો પ્રહાર
post

Mia Khalifa the reason for the crowd gathering in the farmer's mahapanchayat? The BJP leader tweeted

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 09:51:15

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. રાકેશ ટિકૈતના નેતૃત્વમાં રવિવારે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરમાં ખેડૂતોને સંબોધન કરતા ભાજપ, યુપી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. જો કે આ દરમિયાન એવા કેટલાક સૂત્રોચ્ચાર પણ થયા જેના કારણે સોશિયલ મીડિયા પર ટિકૈતની ખુબ ટીકા થઈ. 

રાકેશ ત્રિપાઠીએ કર્યો કટાક્ષ
આ બધા વચ્ચે ભાજપના નેતા રાકેશ ત્રિપાઠીએ પલટવાર કર્યો છે. ટિકૈતની એક ટ્વીટ પર ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કટાક્ષ કરતા કહ્યું કે, '20 હજાર ભેગા ન કરી શક્યા, 20 લાખનો દાવો કરી રહ્યા છે.' તેમણે ટિકૈત પર પ્રહાર કરતા કહ્યું કે ચાર ફોટા ટ્વીટ કર્યા છે અને ચારેયમાં પોતાનો જ ચહેરો દેખાડી રહ્યા છે. મિયા ખલીફાની અફવા ઉડાવી હતી, એટલે થોડી ઘણી ભીડ આવી, પરંતુ લોકો નિરાશ થઈને પાછા ફર્યા. 

મુઠ્ઠીભર નહીં, સમગ્ર દેશના ખેડૂતો
યુપી ભાજપ પ્રવક્તાએ રાકેશ ટિકૈતની એક ટ્વીટને રિટ્વીટ કરતા તેમને નિશાન બનાવ્યા. પોતાની ટ્વીટમાં રાકેશ ટિકૈતે લખ્યું હતું કે જમ્મુ કાશ્મીરથી લઈને કેરળ સુધીના 20 લાખ ખેડૂતોએ મુઝફ્ફરનગર પહોંચીને તાનાશાહ સરકારને ફરીથી સર્ટિફિકેટ આપી દીધુ કે જેને તેઓ મુઠ્ઠીભર ખેડૂતો કહે છે તે સમગ્ર દેશના ખેડૂતો છે. 

મૌર્યએ પણ સાધ્યું નિશાન
રાકેશ ત્રિપાઠી અગાઉ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ ખેડૂત આંદોલન પર નિશાન સાધ્યું. મૌર્યએ ખેડૂત આંદોલનની શાહીન બાદ પ્રદર્શન સાથે સરખામણી કરી. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલનમાં ખેડૂતો નહીં પરંતુ સપા, બસપા અને કોંગ્રેસના લોકો છે. તેમણે વધુમાં કહ્યું કે શાહીન બાદનું આંદોલન જે રીતે ટાંય ટાંય ફીસ થયું હતું તે જ હાલ ખેડૂત આંદોલનના થશે. અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ શાહીન બાગમાં પ્રદર્શન થયું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post