• Home
  • News
  • અમેરિકાની પણ ટિકટોક સામે લાલ આંખ / માઈક્રોસોફ્ટ આ વીડિયો એપ ખરીદે તેવી શક્યતા: US પ્રેસિડન્ટ ટ્રમ્પ
post

ટ્રમ્પ પ્રશાસન બાઈટડાન્સને ટિકટોકથી અમેરિકામાં પોતાનો માલિકી હક વેચવાનો આદેશ પણ આપી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 11:27:25

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, તેઓ ટિકટોક એપ પર પ્રતિબંધ માટે વિચારણાં કરી રહ્યા છે. વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે, અમે પણ ટિકટોક પર પ્રતિબંધ મુકી શકીએ છીએ. અમુક પણ અન્ય વિકલ્પો છે. અમારી આ વિશે વિચારણાં ચાલું છે, પરિણામ માટે થોડી રાહ જોવી પડશે.

ટ્રમ્પ આ પહેલાં પણ ઘણીવાર ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની વાત કરી ચૂક્યા છે. વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને અન્ય મોટા ઓફિસર પણ આ વિશે વાત કરી ચૂક્યા છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ટિકટોકથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે. તે લોકોની અંગત માહિતી ચીનને મોકલે છે.

સોમવાર સુધીમાં ટિકટોક ખરીદવાનો સોદો નક્કી થઈ શકે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માઈક્રોસોફ્ટ ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ સાથે વાત કરી રહી છે. તે અંતર્ગત માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકનો બિઝનેસ ખરીદે તેવી શક્યતા છે. સોમવાર સુધીમાં સોદો નક્કી થઈ જાય તેવી શક્યતા છે. ગયા સપ્તાહમાં ફાઈનાન્શિયલ ટાઈમ્સે દાવો કર્યો છે કે, અમેરિકન કંપની સિકોઈયા અને જનરલ એટલાન્ટિકા તેને ખરીદવાની યોજના બનાવી રહ્યા છે.

ટિકટોકને માલિકી હક વેચવા વિશે કહેવામાં આવી શકે છે
બ્લીમબર્ગ અને વોલ સ્ટ્રીટ જર્નલે સૂત્રો તરફથી દાવો કર્યો છે કે, ટ્રમ્પ પ્રશાસન બાઈટડાન્સને ટિકટોકનો માલિકી હક વેચવાનો આદેશ આપી શકે છે. આ વિશેનો આદેશ એક-બે દિવસમાં જાહેર કરવામાં આવી શકે છે. ટિકટોક પર પ્રતિબંધ મુકવા માટે ઘણાં નેતાઓએ સમર્થન આપ્યું છે. સીનેટર માર્કો રુબિયોએ શુક્રવારે કહ્યું છે કે, હાલના ફોર્મેટ પ્રમાણે આ એપ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. અમુક સીનેટર્સે પ્રતિબંધની માંગણી વિશે અટૉર્ની જનરલને લેટર પણ લખ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post