• Home
  • News
  • લદાખમાં LAC પાસે મિલિટરી એરબેઝનું કામ શરૂ, ચીન સાથેના તણાવ વચ્ચે ભારતનો નવો દાવ
post

નુબ્રાના થોઈઝ સૈન્ય એરબેઝ ખાતે નવા પેસેન્જર ટર્મિનલના નિર્માણ માટે સલાહકારની નિમણૂક કરવા બીડ મંગાવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-10 20:12:24

ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી તણાવભર્યા સંબંધો છે, ત્યારે નરેન્દ્ર મોદી સરકારે લદ્દાખ (Ladakh)માં મિલિટરી એરબેઝનું બાંધકામ શરૂ કરી દીધું છે. ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક નુબ્રા વિસ્તારમાં થોઈસ એરબેઝ પર એક નવા નાગરિક ટર્મિનલ ભવનના નિર્માણની કામગીરી શરૂ કરી દીધી છે. બંને દેશો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરહદ પર બંને દેશોના સૈનિકો ઘણીવાર સામ-સામે ટકરાયા છે, જેને ધ્યાને રાખી ભારત સરકાર પોતાના ભૌગોલિક ક્ષેત્રમાં નિર્માણ કાર્યને પ્રોત્સાહન આપી ચીને (China) જવાબ આપી રહ્યો હોવાનું કહેવાય છે.

ભવનના નિર્માણ માટે બિડ મંગાવાઈ

થોઈઝ એક સૈન્ય એરબેઝ (Thoise Military Airbase) છે અને તેના રન-વેનો ઉપયોગ વિશેષ રૂપે સશસ્ત્રો દળો દ્વારા થાય છે, પરંતુ ભારત સરકાર એરબેઝ પરથી વધુ ઉડ્ડયનો સંચાલન કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા અહેવાલો મુજબ થોઇસ ખાતે નવા પેસેન્જર ટર્મિનલના નિર્માણ માટે સલાહકારની નિમણૂક કરવા શનિવારે બીડ મંગાવાઈ છે.

ભવનના નિર્માણ માટે રૂ.130 કરોડના ખર્ચનો અંદાજ

થોઈઝ એરબેઝ પર ટર્મિનલ ભવન બન્યા બાદ સેના ઉપરાંત નાગરિકોને પણ વધુમાં વધુ લાભ મલશે. આ ઉપરાંત ઉત્તર સુદુર સુધી ફ્લાઈટોની કનેક્ટિવીટીમાં વધારો થશે. ભવનના નિર્માણ પાછળ 130 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. અહેવાલો મુજબ થોઈઝમાં 5300 વર્ગમીટર ક્ષેત્રમાં કેન્દ્રીય અનુરૂપ સ્થાનિક પેસેન્જર ટર્મિનલ ભવન બનવાની આશા છે.

નુબ્રામાં રોડ નિર્માણની કામગીરી પણ ઝડપી કરાઈ

સરકારે એરબેઝ પર નવા ટર્મિનલ અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાનું નિર્માણ કરવા માટે 28 કનાલ જમીનને પણ મંજૂરી આપી દીધી છે. એરબેઝ પર નિર્માણ બાદ સ્થાનીક અર્થવ્યવસ્થાની પણ ગતિ વધશે. આ ઉપરાંત ખરા સમયે ઝડપી ઉડ્ડયન સેવા પણ કરી શકાશે. આ ઉપરાંત સરહદ માર્ગ સંગઠન (BRO)એ નુબ્રા ખીણમાં સસોમાથી કારાકોરમ દર્રે પાસે રોડ નિર્માણની ઝડપી કામગીરી શરૂ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post