• Home
  • News
  • રશિયાના આર્મી કમાન્ડરે 16 ટેન્કની મદદથી દિલ બનાવીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું, જવાબમાં ‘હા’ મળી
post

ઓફિસરે મોસ્કોની પાસે એલેબિનો ટ્રેનિંગ ગ્રાઉન્ડ પર દિલ બનાવવા માટે ટી-72 અને બી-2 ટેન્કનો ઉપયોગ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 11:32:24

મોસ્કો: રશિયન આર્મીના ઓફિસરે વેલન્ટાઈન્સ ડે પર તેની ગર્લફ્રેન્ડને 16 આર્મી ટેન્કની મદદથી દિલનો આકાર બનાવીને પ્રપોઝ કરી હતી. પ્લાટુન કમાન્ડર ડેનિસ કાઝન્ટસેવનો આ રીતનો મેરેજ પ્રપોઝ જોઈને તેની પ્રેમિકા તો દંગ જ રહી ગઈ હતી. ઓફિસરે મોસ્કોની પાસે એલેબિનો ટ્રેનિંગ ગ્રાઉન્ડ પર દિલ બનાવવા માટે ટી-72 અને બી-2 ટેન્કનો ઉપયોગ કર્યો હતો.

ઇન્ટરનેશનલ વીડિયો ન્યૂઝ એજન્સી રપ્ટલીની યુટ્યુબ ચેનલે આ કપલનો વીડિયો શેર કર્યો છે

 https://www.youtube.com/watch?time_continue=4&v=ziGikp_ZDgA&feature=emb_title



આ કપલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ડેનિસ તેમની ગર્લફ્રેન્ડને ટેન્કથી બનાવેલા દિલની વચ્ચે લઈ જાય છે, આ દરમિયાન તેની 20 વર્ષની ગર્લફ્રેન્ડ કોપિટોવાએ પોતાની હાથોથી આંખો બંધ રાખી હોય છે. ત્યારબાદ ઓફિસર ઘૂંટણે બેસીને કોપિટોવાને પોતાની દિલની વાત કહે છે કે, ‘વિલ યુ મેરી મી?’ કોપિટોવાને એક સમય માટે તો આ આ બધું એક સપનાં જેવું લાગે છે, પણ તે પળવારનો પણ વિચાર કર્યા વગર હાકહે છે.

કમાન્ડર ડેનિસે કહ્યું કે, મેં એક મહિના પહેલાં પ્રપોઝ કરવાના આઈડિયાને મોકૂફ રાખ્યો હતો, હું આ પળને સૌથી યાદગાર બનાવવા માગતો હતો. તેથી મને કોપિટોવાને પ્રપોઝ કરવામાં વાર લાગી. મારા માટે આ કામ સરળ નહોતું પણ હું રશિયન આર્મી અને મારા કમાન્ડર મિત્રોનો આભારી છું.

 


 

adv

Related News

post
post
post
post
post
post
post