• Home
  • News
  • લાખો નોકરીઓનાં મસમોટા વાયદાઓ પોકળ, રાજ્યમાં બે વર્ષમાં માત્ર 1777 લોકોને મળી સરકારી નોકરી
post

વિધાનસભામાં પુછાયેલાં એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના આંકડા મુજબ રાજ્યમાં 4,12, 985 લોકો બેરોજગાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 14:30:24

રાજ્યમાં છેલ્લા ઘણા સયમથી યુવા બેરોજગારો સરકારી નોકરીઓ (Gujarat Government Jobs) માટે આંદોલન કરી રહ્યા છે. તો બીજી બાજુ રૂપાણી સરકાર (Rupani Government) ભાજપ સરકારમાં લાખો લોકોને રોજગાર આપતું હોવાની વાતો કરતું આવ્યું છે. પણ રૂપાણી સરકારનાં આ તમામ દાવા પોકળ સાબિત થયા છે. કેમ કે વિધાનસભામાં સરકારે જ જાહેર કરેલાં આંકડા અનુસાર છેલ્લા બે વર્ષમાં માત્ર 1777 લોકોને જ સરકારી નોકરી મળી છે. એટલે લાખો નોકરીઓની વાતો માત્ર વાતો જ રહી ગઈ છે.

વિધાનસભામાં પુછાયેલાં એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના આંકડા મુજબ રાજ્યમાં 4,12, 985 લોકો બેરોજગાર છે. રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12, 985 બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં 1777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.

આમ આજે વિધાનસભા ગૃહમાં જ સરકારી આંકડાઓમાં જ રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. અને આ જ કારણ છે કે રાજ્યના યુવા બેરોજગારો સતત સરકારી નોકરીઓ માટે આંદોલન કરતાં રહે છે. તેવામાં હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતીને આવેલી ભાજપ સરકાર યુવાઓને રોજગારી આગામી સમયમાં રોજગારી આપી શકશે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post