• Home
  • News
  • પ્રદૂષણ ઘટતાં આકાશમાં લાખો કિલોમીટર દૂર આવેલા તારામંડળ અને ગ્રહો પણ નરી આંખે દેખાવા લાગ્યા
post

લોકડાઉન દરમિયાન 4 ગ્રહો શુક્ર, ગુરુ, શનિ અને મંગળ નરી આંખે જોઈ શકાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:11:51

રાજકોટ:  લોકડાઉન દરમિયાન રાત્રિનો સમય ઉપયોગી અને જ્ઞાનવર્ધક રીતે પસાર કરી શકાય તે માટે આકાશ દર્શન એક અદ્દભુત પ્રવૃત્તિ છે. શહેરોમાં પણ એટલું લાઈટ પોલ્યુશન છે કે આકાશમાં વધારે તેજસ્વી એવા 8-10 તારાથી વધારે કઈ જોઈ શકાતું નથી. લાઈટ પોલ્યુશન, વાહનોના તેમજ ઔદ્યોગિક એકમોના ધુમાડાથી વધુ વ્યાપક બને છે કેમ કે આ ધુમાડાના સૂક્ષ્મ કણો સ્ટ્રીટલાઈટ્સના પ્રકાશને પરાવર્તિત કરી વાતાવરણને ઊજળું બનાવી દે છે. રાત્રી આકાશનો રંગ આને કારણે કાળાને બદલે રાખોડી ભૂખરો બનાવી દે છે. વૈજ્ઞાનિકો આ પ્રકારના અજવાળાને નાઈટ ગ્લોતરીકે ઓળખે છે. લોકડાઉનના કારણે વાહનો તેમજ ઔદ્યોગિક એકમો બંધ હોવાથી હવામાં તેમના કારણે તરત રહેતા સૂક્ષ્મ કણોનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું થઇ ગયું છે. પ્રદૂષણ ઘટતા આકાશમાં લાખો કિ.મી દૂરના તારામંડળ અને 5માંથી 4 ગ્રહો શુક્ર, ગુરુ, શનિ અને મંગળ નરી આંખે જોઈ શકાય છે.

કયો ગ્રહ કઈ દિશામાં નરી આંખે દેખાશે? તે જાણો
હાલના સમયમાં નરી આંખે દેખાતા 5 માંથી 4 ગ્રહો દેખાય રહ્યા છે. સાંજે સૂર્યાસ્ત પછી આથમણી દિશામાં જે પીળા રંગનો એકદમ તેજસ્વી તારો દેખાય છે તે આપણી પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. બીજા ત્રણ ગ્રહો - ગુરુ, શનિ અને મંગળ સવારે સૂર્યોદય પહેલા દક્ષિણ-પૂર્વ દિશામાં લગભગ એક રેખામાં દેખાતા ત્રણ તારાઓ સ્વરૂપે દેખાય છે.

ઇન્ટરનેટ પરથી નકશો મેળવી શકાશે
આકાશદર્શન માટે રાત્રે 8થી 8.30નો સમય પસંદ કરો અને અગાસી પર એવી જગ્યા બેસો કે જ્યાંથી આજુબાજુની કોઈ લાઈટ્સ કે સ્ટ્રીટલાઈટ્સ ન હોય. અંધારામાં ટેવાવા માટે તમારી આંખોને 15-20 મિનિટનો સમય આપવો પડશે જે દરમિયાન કોઈ પ્રકાશ સીધો તમારી આંખ પાર પડવો જોઈએ નહીં. આ સમયને વૈજ્ઞાનિક ભાષામાં નાઈટ એડેપટેશન કહેવામાં આવે છે. આકાશ દર્શન માટે આપને કોઈક તારા-નકશાની જરૂર પડશે. જો આપને આખા આકાશમાં દેખાતા તારામંડોળોને લાગતો નકશો જોઈતો હોઈ તો ઈન્ટરનેટ પરથી સરળતાથી મેળવી શકશો. સ્માર્ટફોન એપ્સ પણ આવે છે કે જેના પર આપને આકાશનો લાઈવચિતાર મળે. skymap, skysafari, skyview વગેરે આવી એપ્સ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post