• Home
  • News
  • આબુમાં માઇનસ 4, ગુજરાતના 10 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે
post

સમગ્ર રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 10:41:44

અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં કાતિલ શીત લહેર ફરી વળી છે. મંગળવારે રાત્રે માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને માઇનસ 4 ડીગ્રી થઈ ગયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતાં અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરમાં ઠંડીનો પારો ગગડીને 10.0 ડિગ્રીથી નીચે પહોંચતાં રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

સમગ્ર રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે 7.7 ડિગ્રી સાથે ગાંધીનગર બીજા ક્રમનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. ઠંડા પવનોની અસરોથી લોકો ઠુંઠવાઈ ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post