• Home
  • News
  • એરપોર્ટ પર ગેરવર્તણૂક:બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ને પતિ ફરહાન સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું, ઓફિસર્સે સેક્સ્યુઅલ કમેન્ટ કરી
post

વિવાદ વધતા ગોવા એરપોર્ટે ફરહાન આઝમીની માફી માગી હતી અને કહ્યું હતું, 'મુસાફરી દરમિયાન તમને તથા તમારા પરિવારને જે પણ તકલીફ પડી તે માટે અમે માફી માગીએ છીએ. આ અંગે તપાસ કરવામાં આવશે.'

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 11:19:04

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ટાકિયા તથા પતિ ફરહાન આઝમી સાથે તાજેતરમાં જ ગોવા એરપોર્ટ પર ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ફરહાને બે અધિકારીઓ પર આક્ષેપ મૂક્યો છે કે ગોવા એરપોર્ટ પર આ અધિકારીઓએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જોકે, પછીથી ગોવા એરપોર્ટે માફી માગી હતી.

શું હતી ઘટના?
ફરહાન પત્ની આયેશા તથા દીકરા સાથે ગોવાથી મુંબઈ જતો હતો. આ દરમિયાન તેને ગોવા એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હતો. ફરહાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારી મુંબઈની સાંજે 6.40ની ફ્લાઇટ હતી. ત્યારે જ રેસિસ્ટ ઓફિસર્સ આર પી સિંહ, એ કે યાદવ, કમાન્ડર રાઉત તથા SP કેટેગરીના સીનિયર ઓફિસર બહાદુરે મારું નામ વાંચીને મને પરિવારથી અલગ કરી દીધો હતો.'

વધુમાં ફરહાને કહ્યું હતું, 'તે ઓફિસર્સે સેક્સ્યુઅલ તથા રેસિસ્ટ કમેન્ટ કરી હતી. એક ઓફિસરે ટચ કરવાનો પ્રયાસ કર્યો હતો. મને મારી પત્ની અને બાળકથી અલગ લાઇનમાં ઊભો રાખવામાં આવ્યો હતો. જ્યારે અન્ય પરિવાર સિક્યોરિટી ચેકિંગમાં એક સાથે જ ઊભા હતા. તેમને અલગ કરવામાં આવ્યા નહોતા અને તેમને કંઈ પૂછવામાં આવ્યું નહોતું. ચેકિંગ દરમિયાન મેં કહ્યું હતું કે કોઈ મહિલાને ટચ ના કરો અને અંતર રાખો. આ વાત પર તેઓ ગુસ્સે થયા હતા.'

ચેકિંગ દરમિયાન સેક્સ્યુઅલ કમેન્ટ
ફરહાને આગળ કહ્યું હતું, 'વાત આટલેથી જ અટકી નહોતી. સીનિયર અધિકારી બહાદુરે પછી એક ગાર્ડને ઈશારાથી બોલાવ્યો હતો. તે મને ડરાવવા માટે તૈયાર જ હતો. આ રેસિસ્ટ અધિકારીએ મારું ખિસ્સું ચેક કરતાં સમયે મારી પર બહુ જ ગંદી સેક્સ્યુઅલ કમેન્ટ કરી હતી. મારા ખિસ્સામાં માત્ર 500 રૂપિયા જ હતાં.'

ગોવા એરપોર્ટે માફી માગી
વિવાદ વધતા ગોવા એરપોર્ટે ફરહાન આઝમીની માફી માગી હતી અને કહ્યું હતું, 'મુસાફરી દરમિયાન તમને તથા તમારા પરિવારને જે પણ તકલીફ પડી તે માટે અમે માફી માગીએ છીએ. આ અંગે તપાસ કરવામાં આવશે.'

ફરહાન આઝમી સપા નેતા અબુ આઝમીનો દીકરો છે. 2009માં 1 માર્ચે ફરહાન તથા આયેશા લગ્ન કર્યા હતા. 2011થી આયેશા એક્ટિંગ વર્લ્ડથી દૂર છે. 2013માં આયેશાએ દીકરા મીકેલને જન્મ આપ્યો હતો. સલમાન ખાનની 'વોન્ટેડ'માં કામ કર્યા બાદ આયેશા 'વોન્ટેડ ગર્લ' તરીકે લોકપ્રિય થઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post