• Home
  • News
  • ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના યુવાન ભત્રીજાની ગાંધીનગરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા, કારણ અકબંધ
post

મૃતક અરણ્યભવનમાં પટાવાળા તરીકે નોકરી કરતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 10:21:03

છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના 43 વર્ષીય ભત્રીજાએ સેક્ટર 29 ખાતે પોતાના ઘરે પંખે દોરી વડે લટકીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવની જાણ થતાં ધારાસભ્ય પોતે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે સેક્ટર-21 પોલીસે ગુનો નોંધી યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક અરણ્ય ભવનમાં પટાવાળા તરીકે નોકરી કરતા
ગાંધીનગરના સેક્ટર 29 ખાતે બ્લોક નંબર 148/5 મકાનમાં રહેતાં ૪૩ વર્ષીય પ્રતાપસિંહ પોપટસિંહ રાઠવા પરિવાર સાથે રહે છે. જેમના પરિવારમાં પત્ની અને પુત્રી છે. ગાંધીનગરના અરણ્ય ભવનમાં પ્રતાપસિંહ રાઠવા પટાવાળા તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે મંગળવારે રાત્રિના જમીને પ્રતાપસિંહ ઊંઘી ગયા હતા.

બુધવારની સવારે પ્રતાપસિંહની તેમના રૂમમાંથી ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘરના પંખે પ્રતાપસિંહને લટકેલી હાલતમાં જોઈ પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા. અને પ્રતાપસિંહની લાશને નીચે ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતા છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પણ દોડી આવ્યા હતા.

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
મૃતકનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જ્યાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પણ દોડી આવ્યા હતાં. મરનાર પ્રતાપસિંહને કોઈ વ્યસન પણ ન હતું. પ્રાથમિક પૂછપરછમાં તેઓને કોઈ દેવું પણ ન હોવાનું જાણવા મળેલ છે. પરિવારજનો મૃતકની લૌકિક ક્રિયાઓ કરવાં છોટાઉદેપુર ગયા છે. જે પૂર્ણ થઇ ગયા બાદ તેમના ભાઈઓ સહિત પરિવારના સભ્યોની પૂછપરછ કરી મોતનું ચોક્કસ કારણ શોધવાની દિશામાં તપાસ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post