• Home
  • News
  • MLA મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ખરીદી પોતાના મતવિસ્તારમાં લોકકલ્યાણ અર્થે આપી
post

ધારાસભ્ય મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી દર્દીઓની સગવડ માટે અને કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે દેલાડની જીવનરક્ષા હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. સાંસદ સી.આર. પાટીલના હસ્તે દર્દીઓની સેવામાં હોસ્પિટલના ટ્રસ્ટીઓને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-30 11:11:09

સુરત : ધારાસભ્ય મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી દર્દીઓની સગવડ માટે અને કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે દેલાડની જીવનરક્ષા હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. સાંસદ સી.આર. પાટીલના હસ્તે દર્દીઓની સેવામાં હોસ્પિટલના ટ્રસ્ટીઓને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. 

વૈશ્વિક કોરોના મહામારીના બીજા ફેઝમાં શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે, જેથી ગ્રામ્ય સ્તરે કોરોના દર્દીઓની સારવાર સુવિધાના હેતુથી ધારાસભ્ય મુકેશ પટેલના અનુદાન થકી ઓલપાડ તાલુકાના દેલાડ ગામે  સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલમાં કોરોના સારવાર માટે આધુનિક સુવિધાસજ્જ એબ્યુલન્સની ફાળવણી કરી છે. 

સાંસદ સી.આર.પાટીલના હસ્તે દર્દીઓની સેવામાં હોસ્પિટલના ટ્રસ્ટી અને સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલને અર્પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે અગાઉ જીવનરક્ષા હોસ્પિટલમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થતા ઓલપાડ તાલુકાની જનતાની આરોગ્ય સુવિધા માટે ધારાસભ્યએ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરી હતી, જેનો હકારાત્મક પ્રતિભાવ સાંપડતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ૦૯ વેન્ટિલેટર ફાળવી આપ્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post