• Home
  • News
  • MLA શાહની CM અને ગૃહમંત્રીને ફરિયાદ:'રાજકોટના વોર્ડ.2માં અશાંતધારાની અમલવારી નથી થતી,મકાન હિન્દૂના નામે હોવા છતાં મુસ્લિમો બિનકાયદેસર રીતે રહે છે'
post

અગાઉ ધારાસભ્ય દર્શિતાબેનને સાથે રાખી સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-05 18:25:38

રાજકોટ: રાજકોટ શહેરમાં લાગુ કરાયેલ અશાંતધાર વિસ્તારમાં અશાંતધારાની યોગ્ય અમલવારી ન થતી હોવાની ફરિયાદ ખુદ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરવામાં આવી છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 2માં કેટલાક વિસ્તારોમાં અશાંતધારાની અમલવારી ન થતી હોવાની ફરિયાદ વિસ્તારના લોકો દ્વારા તેમના કોર્પોરેટર તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહને અવારનવાર કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આખરે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રૂબરૂ ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

વિસ્તારવાસીઓની અનેક રજૂઆત મળી
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ દ્વારા વિધાનસભા 69માં આવેલ વોર્ડ નં.2 માં અશાંત ધારા સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકામાં વોર્ડ નં.2માં જુદા જુદા વિસ્તારોમાં સરકાર દ્વારા અશાંત ધારો લાગુ પાડવામાં આવેલ છે. તેનો અમલ પણ ચુસ્ત રીતે થવો જોઈએ. રહેણાંક વિસ્તારમાં તેનો અમલ ચુસ્ત પણે થતો નથી તેવું મારા ધ્યાને આવેલ છે. તેમજ મકાન હિન્દૂના નામે હોવા છતાં મુસ્લિમો બિનકાયદેસર રીતે રહે છે​​​​​​. જેથી વિસ્તારવાસીઓની અનેક રજૂઆત મને મળેલ છે.

કરારનામું પણ કરતા નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિસ્તારમાં ભાડે અપાતા મકાનોમાં ભાડુઆત ભાડાકરાર કે કરારનામું કરતા નથી, જેથી જગ્યા કોને ભાડે આપેલ તેમાં વિસંગતા હોય છે. તેમજ વિસ્તારવાસી દ્વારા કોઈપણ ફરિયાદ અશાંતધારા બદલ આવે તો તુરંત સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી ઝડપી કરાવી જરૂરી છે જેથી વિસ્તારમાં ભવિષ્યમાં ગંભીર પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે ધ્યાને લઇ સરકારના સંબધિત વિભાગોને અશાંતધારા સંદર્ભ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે.

કલેકટરને રજૂઆત છતાં અમલવારી નહિ
ઉલ્લેખનીય છે કે અગાઉ ધારાસભ્ય દર્શિતાબેનને સાથે રાખી સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી આમ છતાં હજુ પણ યોગ્ય અમલવારી ન થતી હોવાથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રૂબરૂ રજુઆત કરી ગંભીર પ્રશ્નમાં ધ્યાન આપી ઝડપી ઉકેલ લાવવા સૂચના આપવા રજુઆત કરવામાં આવી છે. જો કે આ અંગે ધારાસભ્યની રજુઆત સાંભળી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી તેમના પ્રશ્નોનું હલ આવ્શ્ર તેવી ખાતરી આપી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post