• Home
  • News
  • આધુનિક જીવનશૈલીએ ઉંમર ઘટાડી: વૃદ્ધોના સ્વર્ગ ઓકિનાવામાં પુરૂષોની સરેરાશ ઉંમર ઘટીને 80.27, મહિલાઓની 87.44
post

આ ટ્રેન્ડ પર નાહા સ્થિત ઓકિનાવા રિસર્ચ સેન્ટર ફોર લોન્જેવિટી સાયન્સિસના ફાઉન્ડર 89 વર્ષીય માકોટો સુઝુકી કહે છે કે યુવા પેઢીએ વડીલોના માર્ગે ચાલવાનું છોડી દીધું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-27 11:32:53

ઓકિનાવા એટલે જાપાનનું સૌથી દક્ષિણનું પ્રાંત. તેની ઓળખ એ છે કે ત્યાંના લોકો દુનિયામાં સૌથી લાંબુ જીવે છે. પરંતુ, આધુનિક જીવનશૈલીએ અહીંના લોકોને જકડી દીધા છે અને તેમની ઉંમર ઘટી રહી છે. ગત દશકોમાં અહીં પુરૂષોની સરેરાશ ઉંમર 84 અને મહિલાઓની 90 વર્ષ હતી. પ્રતિ લાખ વસ્તી પર 68 શતાયુ હતા, જે અમેરિકાની તુલનામાં ત્રણ ગણા વધારે હતા. પરંતુ, હવે વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ, ઓકિનાવામાં પુરૂષોની સરેરાશ ઉંમર 80.27 અને મહિલાઓની 87.44 રહી ગઈ છે.

આ ટ્રેન્ડ પર નાહા સ્થિત ઓકિનાવા રિસર્ચ સેન્ટર ફોર લોન્જેવિટી સાયન્સિસના ફાઉન્ડર 89 વર્ષીય માકોટો સુઝુકી કહે છે કે યુવા પેઢીએ વડીલોના માર્ગે ચાલવાનું છોડી દીધું છે. તેઓ બીજા સમાજ ખાસ કરીને અમેરિકાની જીવનશૈલીથી પ્રભાવિત થઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે 1945માં બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના આત્મસમર્પણ બાદથી ઓકિનાવા અમેરિકન સૈન્ય ઠેકાણું બનેલું છે અને તેમના ફાસ્ટ ફૂડ અને ટીવીના કલ્ચરને અહીંના લોકોએ અપનાવી લીધા છે. હવે તેના દુષ્પ્રભાવ પણ જોવા મળી રહ્યા છે.

તેઓ કહે છે- પહેલા અહીં ખોરાકમાં અનેક શાકભાજી, સ્થાનિક ફળ, ટોફૂ જેવા વ્યંજન અને માછલી-માંસ સામેલ હતા. જ્યારે હું નાનો હતો ત્યારે સપ્તાહમાં એક જ વાર માંસ ખાતા હતા અને આ એક આદત છે, જેનાથી આજે પણ જોડાયેલો છું. ત્યારે અમે ખૂબ ચાલતા હતા. ટ્રેકિંગ અને તીરંદાજી કરતા હતા, પરંતુ હવે સમયના અભાવના કારણે આ આદત ઘટતી જઈ રહી છે. રયુકિયસ યુનિવર્સિટીની એસોસિએટ પ્રોફેસર ટોમોકો ઓવાન પણ આ વાતથી સહમત છે કે ઓકિનાવામાં વિદેશી જીવનશૈલીનો દુષ્પ્રભાવ પડ્યો છે.

આરોગ્યનું રહસ્ય: સામાજિક સુરક્ષા-રોજ કસરતની આદત
ઓકિનાવામાં લાંબી ઉંમરનું રહસ્ય જાણવા અસંખ્ય અભ્યાસ થયા છે. તેનું રહસ્ય સામાજિક માળખું, કસરત વગેરે છે. ખાસ વાત એ છે કે અહીંના લોકો વૃદ્ધાવસ્થા સુધી બાગકામ કરે છે અને સતત વ્યસ્ત રહે છે. તેનાથી તેઓ તણાવ અને એકલતાનો ભોગ નથી બનતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post