• Home
  • News
  • મોદી સરકારે ચેનલો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, ટીવી દર્શકો ખાસ જાણી લે
post

1 જાન્યુઆરી 2023થી સેટેલાઇટ ટીવી ચેનલો માટે આ નિયમ જરૂરી બની જાય તેવી સંભાવનાઓ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-28 17:44:21

નવી દિલ્હી: હાલ દેશભક્તો માટે એક સારા સમાચાર આવ્યા છે. આગામી સમયમાં તમામ TV ચેનલોએ દેશહિતને લગતી સામગ્રી ફરજીયાત પ્રસારિત કરવાની રહેશે. તમામ ચેનલોએ દેશહિતને લગતો પ્રોગ્રામ અડધો કલાક પ્રસારીત કરવાનો રહેશે. આ માટે મોદી સરકારે તમામ ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

ભારતીય ટેલિવિઝન ચેનલો માટે દરરોજ 30 મિનિટ માટે 'દેશહિત'ની સામગ્રી પ્રસારિત કરવી જરૂરી રહેશે. 1 જાન્યુઆરી 2023થી સેટેલાઇટ ટીવી ચેનલો માટે આ નિયમ જરૂરી બની જાય તેવી સંભાવનાઓ છે. નવી ગાઈડલાઈન મુજબ હવે ટીવી ચેનલોએ દરરોજ 30 મિનિટ માટે દેશહિત સાથે સંબંધિત સામગ્રીનું પ્રસારણ ફરજીયાત કરવું પડશે.

આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય કેબિનેટે ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝન ચેનલોના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટેની માર્ગદર્શિકા-2022ને મંજૂરી આપી હતી. આ નવી ગાઈડલાઈન મુજબ ચેનલોને દેશહિતની સામગ્રીને દરરોજ અડધો કલાક પ્રસારિત કરવાની ફરજીયાત રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post