• Home
  • News
  • આ 6 સરકારી કંપનીઓને તાળું મારી કરવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર
post

અનુરાગ ઠાકુરે કહ્યું કે, નીતિ આયોગે સરકારી કંપનીઓના વિનિવેશ માટે અમુક શરતો નક્કી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 12:00:54

કેન્દ્ર સરકાર પોતાની 20 કંપનીઓ (CPSEs) અને તેમના યુનિટ્સમાં પોતાનો હિસ્સો વેચવાની તૈયારીમાં છે. સાથે જ છ તકંપનીઓને બંધ કરવાનો પણ વિચાર કરી રહી છે. વિત્ત રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે આ વાત કહી હતી. લોકસભામાં એક લેખિત જવાબમાં તેઓએ કહ્યું કે, આ કંપનીઓમાં રણનીતિક વિનિવેશની પ્રક્રિયા વિભિન્ન તબક્કાઓમાં છે. તેઓએ કહ્યું કે, સરકાર સ્ટ્રેટેજિક સ્ટેક સેલ અને માઈનોરિટી સ્ટેક ડાઈલ્યુશન મારફતે વિનિવેશની નીતિ ચલાવી રહી છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, નીતિ આયોગે સરકારી કંપનીઓના વિનિવેશ માટે અમુક શરતો નક્કી કરી છે. તેના આધારે સરકારે 2016થી 34 કંપનીઓમાં રણનીતિક વિનિવેશને મંજૂરી આપી છે. તેમાંથી 8 મામલાઓમાં આ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, 6 કંપનીઓને બંધ કરવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે અને બાકી 20માં પ્રક્રિયા વિભિન્ન તબક્કાઓમાં છે. જે કંપનીઓને બંધ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં હિન્દુસ્તાન ફ્લોરોકાર્બન લિમિટેડ, સ્કૂટર્સ ઈન્ડિયા, ભારત પંપ્સ એન્ડ કમ્પ્રેસર્સ લિમિટેડ, હિન્દુસ્તાન પ્રીફેબ, હિન્દુસ્તાન ન્યુઝપ્રિન્ટ અને કર્ણાટક એન્ડ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ સામેલ છે.


આ ઉપરાંત પ્રોજેક્ટ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ, એન્જિનિયરિંગ પ્રોજેક્ટ (ઈન્ડિયા) લિમિટેડ, બ્રિજ એન્ડ રૂફ કંપની ઈન્ડિયા લિમિટેડ, સિેમેન્ટ કોર્પોરેશનલ ઓફ ઈન્ડિયાની યુનિટ્સ, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત અર્થ મુવર્સ લિમિટેડ, ફેરો સ્ક્રેપ નિગમ લિમિટેડ અને NMDCના નાગરનાર સ્ટીલ પ્લાન્ટમાં વિનિવેશની પ્રક્રિયા ચાલી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post